________________
૧૫o
સૈકાલિક આત્મવિજ્ઞાન નામ શબ્દ શું કામ કરે છે તે આ દુહો બતાવે છે. ટૂંકમાં ભગવાનનો નામોચ્ચાર સ્વરૂપની ઓળખ કરવા જબરજસ્ત સમર્થન છે. ' ઉપશમ-સંવર-વિવેક માત્ર એ ત્રણ શબ્દોએ જ સાધક ચિલાતીપુત્રને કેવલજ્ઞાનની પ્રાપ્તિના શિખરે પહોંચાડ્યા તે વાત પ્રસિદ્ધ છે. ' નામનું નામાંતરપણું અને રૂપનું રૂપાંતરપણું એ અનિત્યતા છે. નામરૂપ નાશવંત છે. તે પણ વાસ્તવિકતા છે. પરંતુ અવિનાશી પરમાત્મા જે અનામી ને અરૂપી છે તેના નામનું રટણ-નામસ્મરણ અને એનું દર્શન સાધકને અનામી-અરૂપી બનાવવા સમર્થ છે. કારણ કે પરમાત્માના જેટલાં નામ છે તે સર્વ સ્વરૂપથી અવિરુદ્ધ છે, અને પરસ્પર પૂરક છે. અરૂપી પૂર્ણ કહીએ એટલે અવિનાશી અવિકારી હોય અને અવિનાશી-અવિકારી કહીએ એટલે પૂર્ણ શુદ્ધ અને અરૂપી હોય જ.
જ્યારે પુદ્ગલદ્રવ્યના નામો એકબીજા પર્યાયથી વિરુદ્ધ છે. ઘઉં રોટલી નથી તેમ રોટલી ઘઉં નથી. ચોખા બાજરી નથી તેમ જુવાર મકાઈ નથી.પુદ્ગલદ્રવ્યનું નામ ફરે એટલે રૂપ ફરે અને તેમ તેનું કાર્ય પણ ફરે. ઘઉં, લોટ, કણક, રોટલી, પૂરી, શીરો, લાપશી આદિ એક જ પુદ્ગલદ્રવ્ય (ઘઉં)ના રૂપ ફરતાં નામ અને કાર્ય ફરી જાય છે. આત્મ સ્વરૂપ અર્થાત્ શીવ સ્વરૂપ એવું નથી. પરમાત્માનાં જે અનેક સ્વરૂપ વિશેષણો રૂપ નામો છે, તે સર્વના પારમાર્થિક અર્થ એકસરખો થાય છે. અખંડ, અરૂપી, અવિનાશી, અનંત, અક્ષય, અવ્યાબાધ, અકલ, અનધ, તેમ નિરંજન, નિરાકાર, નિષ્કર્મા, નિષ્કલંક, આદિ સઘળાંય સ્વરૂપવિશેષણો ભાવ તત્ત્વથી પરમાર્થરૂપ એકસરખા અર્થને અને સ્વરૂપને કહેનારા તેમજ ઓળખાવનારા છે, માટે જ પરમાત્માને અનામી-અરૂપી કહેલ છે.
આમ નામનો નાશ છે પણ અનામીનો નાશ નથી. રૂપનો નાશ છે પણ અરૂપીનો નાશ નથી. સંસારી જીવોનાં જે નામો છે તેમજ પુલ સ્કંધોના જે નામો છે એના અર્થ પરમાત્મ તત્ત્વમાં ઘટતા નથી. એજ રીતે રૂપમાં રૂપાંતરતા નહિ, પરિવર્તનતા નહિ અને સાદિ અનંત જે એકરૂપ છે, અર્થાત એક જ સ્વરૂપે છે તે અરૂપી છે. જ્યારે પુદ્ગલ અર્થાત્ કર્મભનિત ઘાતીઅઘાતીના કર્મોદય સ્વરૂપ અવસ્થાવાળા એવાં સંસારી જીવોના નામ રૂપ કે સ્વભાવકાર્ય તથા વેદનઅનુભવન એકસરખા અર્થથી, ભાવથી કે પરમાર્થથી હોતા નથી, તેમ તે સહુનું વેદન પણ એકસરખું હોતું નથી. તે સર્વ ભિન્ન ભિન્ન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org