________________
૧૪૨
- સૈકાલિક આત્મવિજ્ઞાન ભાવ છે તે જીવ અને જીવ છે તેને ભાવ છે. આ ભાવો પહેલાં તો બે પ્રકારના છે “શુદ્ધ” અને “અશુદ્ધ'. શુદ્ધ ભાવ પુદ્ગલ નિરપેક્ષ છે. જે આત્મભાવ' - અર્થાત્ સ્વભાવ છે. જ્યારે અશુદ્ધ ભાવ પુદ્ગલ આશ્રિત ભાવ છે. આ અશુદ્ધ ભાવના પાછાં બે ભેદ પડે છે, જે “શુભ ભાવ” અને “અશુભ ભાવ” કહેવાય છે. અશુભ ભાવો “તામસ” અને “રાજસ' પ્રકારના ભાવો છે
જ્યારે શુભ ભાવો “સાત્ત્વિક અને “સમ્યગુ” પ્રકારના ભાવો છે. મોક્ષના લક્ષ્ય પૂર્વકના જે સાત્ત્વિક ભાવો છે, તે લોકોત્તર સાત્ત્વિક ભાવ એટલે કે સમ્યગુ ભાવ છે.
વૈરાગ્ય ભાવ, એટલે અશુદ્ધભાવ, કારણ કે પુદ્ગલ સાપેક્ષ છે, હજી વીતરાગતા આવી નથી. પરંતુ તે અશુદ્ધ છતાંય વૈરાગ્ય ભાવ છે. માટે તે, સાત્વિક ભાવ કહેવાય. એ વૈરાગ્યભાવ આલોકમાં પરલોક યાને સ્વર્ગના સુખને લયે નહિ પણ અપવર્ગ અર્થાત્ મોક્ષ સુખના લક્ષ્ય હોય તો તે લોકોત્તર સાત્ત્વિક ભાવ અર્થાત્ સમ્યગુભાવ કહેવાય છે, વૈરાગ્યની પરાકાષ્ઠા વીતરાગતા છે. જે વીતરાગતા શુદ્ધભાવ છે.
ભવ્ય અને અભિવ્યના ભેદ સંસારી જીવમાં પડે છે. જ્યારે ધર્મ-અધર્મ - “આકાશ” અને “સિદ્ધ પરમાત્માના જીવો પોતપોતાના ભાવમાં અર્થાત્ “સ્વ” ભાવમાં હોવાથી ત્યાં ભવ્ય, અભવ્યનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેમ પુદ્ગલદ્રવ્યમાં પણ પુદ્ગલદ્રવ્યનો એક પરમાણુ, પુદ્ગલદ્રવ્યના બધાય ભાવોને અર્થાત્ પર્યાયોને પામી શકાતો હોવાના કારણે, ત્યાં બધા જ પરમાણુ ભવ્ય છે એથી પુદ્ગલ વિષે ય ભવ્ય કે અભવ્યનો પ્રશ્ન ઉદ્ભવતો નથી.
પુગલદ્રવ્યમાં બંધ-મોક્ષ તત્ત્વ નથી. બંધમોક્ષ તત્ત્વ સાંસારી જીવને જ હોય છે કારણ કે “ઉપચરિત” અને “અનુપચરિત” માત્ર જીવદ્રવ્યને જ લાગુ પડે છે. બદ્ધ સંબંધ કેવલ સંસારી જીવને છે અને તેથી બંધ તત્ત્વ છે જે ઉપચરિત ભવ્ય સંબંધ છે. પરંતુ ભવિ જીવો અનુપચરિત ભવ્યતાને પામી શકે છે તેથી જ બંધની સામે “મોક્ષ તત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org