________________
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં દ્રવ્ય એ મુલાધાર છે. ગુણ અને પર્યાય આધેય છે. ગુણ પર્યાયમાં ગુણનો પર્યાય (અવસ્થા) છે. ટૂંકમાં દ્રવ્યના આધારે ગુણપર્યાય છે.
જે પણ કાંઈ ઉત્પાદ-વ્યય થાય છે તે દ્રવ્ય અર્થાતુ પ્રદેશપિંડના આધારે થાય છે. તેમાંય દ્રવ્યના જે સહભાગી ગુણો છે એનો-ઉત્પાદ-વ્યય થતો નથી. પરંતુ દ્રવ્યની જે અવસ્થા છે અર્થાત પર્યાય છે એમાં ઉત્પાદ-વ્યય થાય છે. આધેય બે પ્રકારના છે (૧) સહભાવી ગુણ આધેય અને બીજો (૨) પર્યાય આધેય.
કર્તા-ભોક્તા ભાવની અપેક્ષાએ અનુભવ-વેદન કે ભોગ પર્યાયનો છે, આધાર ભલે દ્રવ્ય એટલે કે પ્રદેશપિંડનો હોય.
પાંચેય અસ્તિકામાં “ઉત્પાદ-વ્યય-ધ્રુવ-યુક્ત સત્’ એ સૂત્રને લાગુ પાડવું જોઈએ, અર્થાત્ ઘટાવવું જોઈએ. જડ ચેતન વિષે જેમ એ સૂત્રને લાગુ પાડીએ છીએ એમ રૂપી, અરૂપીને વિષે પણ લાગુ પાડવું જોઈએ.
દ્રવ્યસ્વયંભૂ અનુત્પન્ન, અવિનાશી, અનાદિ, અનંત હોય છે અને સાથે સહભાવી ગુણ યુક્ત (ગુણ સંપન્ન) હોય છે.
ઉત્પાદ-વ્યય છે. એટલે સર્જન-વિસર્જન, અને સંયોગ-વિયોગ છે. ઉત્પાદવ્યય એ સાદિ-સાત્ત અને ઉપચરિત સત્ છે, જે વ્યવહારિક સત્ છે.
ઉપર્યુક્ત “ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્રમાં જે ધ્રુવ કહેલ છે, તે ધ્રુવ તત્ત્વ પ્રદેશપિંડ (દ્રવ્ય) છે. એ આધાર છે કે જે આધારના આધારે રહેલ (પર્યાય) આધેયમાં ઉત્પાદ-વ્યય થયા કરે છે. આધેય એવો પર્યાય વિનાશી કે ઉત્પાદ-વ્યય-વાળો છે જ્યારે આધાર એવું દ્રવ્ય ધ્રુવ છે અર્થાતુ સ્થિર છે અને અવિનાશી-નિત્ય છે.
આ ઉત્પાદ-વ્યયને રૂપી અને અરૂપી એવા ઉભય પ્રકારના દ્રવ્યમાં ઘટાવવું જોઈએ. રૂપી પદાર્થ પુદગલ છે. જ્યારે ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્માઓ અરૂપી છે. આ જે ચારેય અરૂપી દ્રવ્યો છે તેના અગુરુલઘુગુણમાં ઉત્પાદ-વ્યય હોવા છતાં ય તેમના સ્વભાવગુણમાં લેશ માત્ર વિકાર નથી અને તે સર્વ અરૂપી દ્રવ્યો અન્યોન્ય તેમજ બીજા રૂપી દ્રવ્યો પરત્વે અવ્યાબાધ રૂપ છે.
જયારે રૂપી એવાં પુદગલદ્રવ્યમાં અનંતા ઉત્પાદ-વ્યય તેના પ્રત્યેક ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org