________________
૧૪૪
વૈકાલિક આત્મવિજ્ઞાન વર્ણ-રૂપ-સંઘ-સ્પર્શમાં થયા કરે છે. જે વિભાવ પર્યાયને પામે છે પરંતુ એમાં વેદન તત્ત્વ ન હોવાને લઈને એને પોતાને અર્થાતુ પુગલને એની કોઈ બાધા (અસર) નથી. પરંતુ તે પુદ્ગલ તત્ત્વના જે ભોગ્ય પર્યાયો છે તે સંસારી જીવોને સુખ-દુઃખમાં નિમિત્તરૂપ બને છે. સંસારી જીવ પોતાના રૂપીપણાને મુગલસંગે પામે છે અને પોતાના અસંખ્ય અધ્યવસાયરૂપ ઉત્પાદવ્યયને પામીને વિભાવદશાને પામે છે. પોતાના સ્વભાવગુણ અર્થાત્ સ્વરૂપગુણમાં વિકારીતાને પામીને દુઃખને પામે છે અને તેથી જ તો જીવે દુઃખરહિત થવા માટે અવિકારી અર્થાત્ વીતરાગ બનવું જરૂરી છે.
જ્યાં દ્રવ્ય વૈત (જુદું) છે અને પર્યાય દ્વત છે ત્યાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સતની વ્યાખ્યા બંધબેસતી છે. જ્યાં ઉત્પાદ અને વ્યય હોય ત્યાં તે દ્રવ્ય સત્ નહિ પણ અસત્ અર્થાત્ વિનાશી કરે છે. આ માત્ર સંસારી જીવને અને પુદ્ગલદ્રવ્યને લાગુ પડે છે. - જ્યારે જ્યાં દ્રવ્ય અદ્વૈત (ઐક્યો છે અને પર્યાય પણ અઢત છે તેવાં ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્મા કે જ્યાં ઉત્પાદ-વ્યય નથી ત્યાં તે ઘટાડવું હોય તો તે અગુરુ લઘુગુણના બાર બાર ગુણના બાર ભાવોમાં જ ઘટાવી શકાય.
“અર્થ ક્રિયાકારી સત' એ સૂત્ર, ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત, એ સૂત્રમાં ઉમેરી પછી પાંચે અસ્તિકામાં તે ઘટાવવું જોઈએ. જે જે દ્રવ્યમાં જે જે ગુણો છે તે તે ગુણો પ્રમાણેનું તેનું કાર્ય હોય છે. ગુણકાર્યને અર્થક્રિયાકારી સત્ કહેવાય.
પુદ્ગલદ્રવ્યમાં ઉત્પાદ-વ્યયનો અર્થ ક્રમિકતા કે ક્રમિક કાળ કરીએ છીએ તેવો અર્થ “અર્થ ક્રિયાકારી સ” સૂત્રમાં ન લેવો. અહીં તો જે પદાર્થ દ્રવ્ય એનું સ્વગુણ કાર્ય કરે છે તે કાર્યને કે તેવા પ્રકારની કાર્યશીલતાને ઉત્પાદવ્યય તરીકે ગણવું જોઈએ. યાદ રહે કે આ ક્રિયાશીલતામાં વિનાશીપણું અગર ક્રમિક અર્થ ન કરવો. તો જ “અર્થ ક્રિયાકારી સત્' એ સૂત્રથી “ઉત્પાદવ્યય-ધ્રુવ યુક્ત સત’ પાંચે ય અસ્તિકામાં ઘટાવી શકાશે.
(૧) રૂપી પુદગલ દ્રવ્યમાં ક્રમિક ઉત્પાદ્વ્યય લેવું.
(૨) અરૂપી દ્રવ્યમાં ક્રિયાત્મક ઉત્પાદ-વ્યયનો અર્થ લેવો, “અર્થ ક્રિયાકારી સત્' અર્થ અહીં લેવો. અરૂપી દ્રવ્યમાં ક્રમિક ઉત્પાદ-વ્યય નથી હોતો.
(૩) રૂપી-પુદ્ગલ દ્રવ્યમાં પણ “અર્થ ક્રિયાકારી સત અર્થ ક્રિયાત્મક ઉત્પાદવ્યયના સંદર્ભમાં તેમજ ક્રમિક ઉત્પાદ-વ્યય સંદર્ભમાં એમ ઉભય પ્રકારે ઘટે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org