________________
૧૫૨
પ્રભુ ! નામ મુજ તુજ, અક્ષય નિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન."
રામ નામે પથ્થર પણ તર્યા છે, તરે છે અને તરશે એમ જે કહેવાય છે તે નામસ્મરણ, નામનિક્ષેપોનું માહાત્મ્ય જણાવે છે.
શબ્દ એ તો મતિજ્ઞાનનો દ્રવ્ય પર્યાય છે અને શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનની અક્ષરમૂર્તિ છે. સ્થાપના-નિક્ષેપો :
વૈકાલિક આત્મવિજ્ઞાન
પરક્ષેત્રે અને પરકાળે રહેલ કોઈપણ દ્રવ્ય વિષે વર્તમાનમાં ભાવવાહી તે દ્રવ્યની પ્રતિકૃતિ ઊભી કરીને બનાવી શકાય છે. જેને પ્રતિમામૂર્તિ અર્થાત્ સ્થાપના નિક્ષેપો કહેવાય છે.
અથવા તો પરક્ષેત્રે પરકાળે રહેલ પદાર્થના સ્મરણ માટે બનાવેલ પ્રતીક તેજ પ્રતિમા સ્થાપના.
જગત આખાનો વ્યવહાર પ્રતીક, પ્રતિકૃતિ અને પ્રતિનિધિથી ચાલે છે કારણ કે કોઈપણ પદાર્થની સ્થાપનાના તે ત્રણ પ્રકાર છે.
(અ) ધ્વજાદિ પ્રતીક, સ્થાપનાચાર્ય વિગેરે અસદ્ભૂત અને પુદ્ગલના હોય છે.
(બ) ચિત્ર ફોટોગ્રાફ, પ્રતિમા, પ્રતિકૃતિ આદિ પણ પુદ્ગલના હોય છે, પરંતુ સદ્ભૂત હોય છે એટલે કે અસલ-મૂળ દ્રવ્ય જે આપણા લક્ષમાં છે તેની હૂબહૂ પ્રતિકૃતિ હોય છે.
(ક) જ્યારે સંદેશવાહક, દૂત પ્રતિનિધિ આદિ જીવંત ચેતન હોય છે. રાજાના સિપાઈનું અપમાન રાજાના અપમાન બરોબર હોય છે, કેમ કે એમાં રાજાના પ્રતિનિધિની સ્થાપના છે. કોઈ એક શેઠનો નોકર ઉઘરાણીના પૈસાં લેવા ગયો હોય અને તેનું અપમાન થાય તે શેઠના અપમાન બરોબર છે.
સર્વજ્ઞેય પદાર્થની હુબહુ પ્રતિકૃતિ-પ્રતિબિંબ કેવલી ભગવંતના કેવલજ્ઞાનમાં સ્થાપના નિક્ષેપે રહેલ છે. એ કેવલી ભગવંતો, જ્ઞાની ગુરુ ભગવંતો, તીર્થંકર ભગવંતોની પ્રતિકૃતિ સમ પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના સેવા ભક્તિ દ્વારા, આપણે તેમની પ્રતિમાના આલંબને તેમનાં જેવાં કેવલી ભગવંત બનવાની સાધના કરવાની હોય છે, ગુરુ દ્રોણાચાર્ય પાસેથી જ વિદ્યા મળવાના દ્વાર બંધ થયાં, તે દ્વાર ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમાથી ઊઘડી ગયા, અને પ્રત્યક્ષ જે આપી શકે તે પરોક્ષથી પ્રતિમા દ્વારા એકલવ્યે સાધ્ય કરી આપણી સામે પ્રતિમાના મહાત્મ્ય અને અગત્યતાનો એક બેનમૂન આદર્શ મૂક્યો છે.
་ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org