________________
ચાર નિક્ષેપો
૧૫૩
ગુરુ અને ગ્રંથ શું છે ? ગ્રંથ, શાસ્ત્ર, આગમ આદિ શ્રુતજ્ઞાન એ તો મતિજ્ઞાનની મૂર્તિ છે, કારણ કે શ્રુત એ મતિજ્ઞાનનું મૂર્તિ અર્થાત્ દૃશ્યશ્રાવ્ય સ્વરૂપ છે. જ્યારે ગુરુ જ્ઞાની પુરુષો, સંતો એ પ્રભુના ચાહક એવાં સંદેશવાહક, પ્રભુના પ્રતિનિધિ છે. ગુરુ અને ગ્રંથ ઉભય પરમાત્મતત્ત્વના વાહક છે. ગુરુ ચાહક અને વાહક ઉભય છે. ગ્રંથ એ ગુરુ ભગવંતના જ્ઞાન ઉપયોગની મૂર્તિ છે. જે દેવગુરુ નિર્મિત છે. જ્યારે દેવગુરુની પાષાણમૂર્તિએ દેવગુરુના યોગ(દેહ)ની મૂર્તિ છે જે ભક્ત નિર્મિત છે,
શેયને જ્ઞાન દ્વારા પ્રતિકૃતિ, પ્રતીક કે પ્રતિનિધિના સ્થાપના નિક્ષેપાથી જાણી શકાય છે. દૃશ્ય અને દૃષ્ટિનો સંબંધ છે અને તે સંબંધ પ્રમાણે કર્મબંધ થાય છે. જે સર્વ કોઈને સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી, એ વૈજ્ઞાનિક હકીકત છે જે સર્વના રોજબરોજના અનુભવમાં આવતી નક્કર હકીકત છે. એને કોઈ કાળેય જગતના કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ ધર્મની વ્યક્તિ નકારી શકે એમ છે જ નહિ.
કામોત્તેજક સાહિત્યના વાચનની, કામોદ્દીપક સંગીતના શ્રવણની અને બિભત્સ તથા નગ્ન ચિત્રોની તેમજ ભયંકર હિંસા, મારફાડને બળાત્કાર આદિના બોલપટ (ફિલ્મ)ની અવળી ખરાબ અસર જો વાંચનારા, સાંભળનારા અને જોનારા ઉપર થાય છે, તો તેવાં સંબંધથી તથા પ્રકારનો કર્મબંધ પણ પડે છે. વર્તમાનમાંય જીવ તેવા પ્રકારના સંબંધથી ભ્રષ્ટ થાય છે, તો એ જ પ્રમાણે સારા તાત્ત્વિક ને સાત્ત્વિક ગ્રંથાદિના વાચનની, સંગીતની ભજન- કીર્તન - પ્રભુ નામસ્મરણાદિના ઉચ્ચારણ, શ્રવણની તથા સારા ચિત્ર, પ્રતિમા આદિના દર્શનની પણ જોનારા ઉપર અસર વર્તે જ, એ માનવું રહે. જો ‘નકારાત્મક અસરને સ્વીકારીએ તો પછી હકારાત્મક અર્થાત્ વિધેયાત્મક અસરને પણ સ્વીકારવી જ પડે. કેમ કે એ પ્રત્યક્ષ અનુભૂત અને જીવંત છે. એ કાંઈ માત્ર શાસ્ત્ર વિધાન નથી. ‘રાજા ભરથરી’ ચિત્રનું ઉદાહરણ આપણી પાસે મોજુદ છે. આ સત્યને આધારે એ સ્વીકારવું જ પડશે કે પરમાત્માની મૂર્તિ સાથે સંબંધમાં આવવાથી દૃષ્ટામાં જે પ્રશાંતભાવ ભગવદ્ભાવ લઘુતા-નમ્રતાભાવ ઉત્પન્ન થાય છે તે પ્રમાણે કર્મ નિર્જરા પણ થતી હોય છે. તેથી જ ઉપાસકના ઉપાસ્ય પ્રતિના ઉપાસના ભાવનું ફળ પ્રાપ્ત થાય છે.
ચેક, હુંડી, કરન્સી નોટ, નાણાં ઇત્યાદિ દ્વારા થતો આપણો લેણ દેણનો વ્યવહાર એ ધનનો સ્થાપના નિક્ષેપો જ છે.
શબ્દ અવાજ સાંભળીને આપણે મનથી માનસપટ ઉપર પોતાની રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org