________________
૨૦
સૈકાલિક આત્મવિજ્ઞાન અને સત્ છે તે સ્થિર છે, નિત્ય છે, અવિનાશી છે, અરૂપી છે, અક્રમિક છે. અક્રિય છે. એમાં ગતિ નથી, જે કરણમાં છે. માટે જ સદ્ગતિ અર્થાત મનુષ્ય ગતિને પામી સામાયિક, કાઉસગ્ગ, ધ્યાન આદિ સાધના દ્વારા અસ્થિર મટી જઈ સ્થિર બની જવું જોઈએ.
જ્યાં સુધી શરીરમાં ઉપયોગ (ચેતન-આત્મા) છે ત્યાં સુધી શરીરને યોગ કહેવાય છે. યોગમાંથી ઉપયોગ (આત્મા) ચાલી ગયા બાદ અર્થાત્ મરી ગયા બાદ એ જ શરીરને યોગ ન કહેવાતાં શબ કહેવાય છે. જેનો શીધ્રાતિશીઘ નિકાલ-વિસર્જન કરવું પડે છે. એટલે કે અંતે શરીરની રાખ બને છે.
ઉપર જણાવ્યું તેમ શરીર એ પુદ્ગલ વિશ્વનો અંશ હોવા છતાં એ શરીરમાં આત્મા (ઉપયોગ) ભળવાથી યોગ બને છે. પણ જગત તેનું અંશ બની જાય છે. આત્મા પરમાત્મા બનવા શક્તિમાન છે અને આત્મા, પરમાત્મા બનતાં આખું ય જગત બ્રહ્માંડ એના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. શરીરઇન્દ્રિયોનું સંચાલકબળ મન છે. જે મનની ચાલક, બુદ્ધિ છે. એ બુદ્ધિ આત્માના પ્રકાશમાં જ કામ કરી શકે છે.
શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ આ ત્રણ આત્માનાં કરણ (સાધન) છે. છદ્મસ્થ બધાં જીવોને અંત:કરણયુક્ત કરણ સાથેનું જીવન છે. અતઃકરણ એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર. એ હોય ત્યાં મતિજ્ઞાનનો ઉપયોગ હોય. આ ઉપયોગ ધ્યાનરૂપ અને જ્ઞાનરૂપ હોય છે. અરહિંત ભગવંતને અને કેવલિભગવંતને ભાવમનરૂપ અંતઃકરણ નથી હોતું. માત્ર મન-વચન, કાયાના યોગ-કરણ હોય છે. અને કેવલજ્ઞાન હોય છે. એમને ઉપયોગ મૂકવો પડતો નથી. પરંતુ તેઓ સદા સર્વત્ર ઉપયોગવંત હોય છે, એ આત્માનું સ્વરૂપ છે જે જ્ઞાન-ઉપયોગરૂપ હોય છે. જ્યારે સિદ્ધ પરમાત્માને કરણ (શરીરાદિ) પણ હોતું નથી. એઓ નિર્વિકલ્પ, નિરંજન-નિરાકાર એટલે કે અરૂપી-અશરીરી હોય છે.
કરણ બાબત વિશેષ વિચાર કરીએ તો તે કરણના પણ બે ભેદ-ધૂળ અને સૂક્ષ્મ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક જે શરીર છે તે સ્થૂળ શરીર છે. અર્થાત્ સ્થૂળકરણ છે. જ્યારે તેજસ અને કામણ શરીર એ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ-કરણ છે. સ્થૂળ દેહની જ ક્રિયા અને ભોગ કરી શકાય છે, અને જગતનો વ્યવહાર ચલાવી શકાય છે.
તે પ્રમાણે અંત:કરણ-મનના પણ બે ભેદ દ્રવ્યમન-ભાવમન. સંજ્ઞી એવાં મન-પર્યાપ્તિ પામેલા જીવને દ્રવ્યમનમાં મનોવર્ગણાના પુગલને પકડવાની શક્તિ છે. જ્યારે ભાવમન એ મતિજ્ઞાનનો ચૈતન્ય ઉપયોગ છે. શરીર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org