________________
૭૮
સૈકાલિક આત્મવિજ્ઞાન કણેકના ભૂવા વગેરે અવસ્થાઓ તૈયાર થયેલી રોટલી, તે રોટલીની પૂર્વ અવસ્થાઓ અસાધારણકારણ કહેવાય છે. જ્યારે ઘઉં ઉપાદાનકારણ છે.
અપેક્ષાકારણમાં અગાઉ જણાવ્યા મુજબ પૂર્વકૃત કર્મ છે. જ્યારે નિમિત્ત કારણમાં જીવનું સમ્યક કર્તાપણું છે. કેમકે દેવને ઈષ્ટરૂપે સ્વીકારવા-સ્થાપવામાં, ગુરૂજનને ગુરુ પદે સ્થાપવામાં તથા સાધાર્મિક, સુજન, સંતનો સમાગમ સત્સંગ કરવા આદિમાં તેમજ અર્ચના ઉપાસનાદિ કરવામાં કર્તાપણું છે. અપેક્ષા અને નિમિત્તકારણને પ્રાપ્ત કરી અસાધારણકારણ તથા ઉપાદાનકારણમાં પ્રવેશ કરવાનો છે, કે જ્યાંથી અત્યંતર મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. જેના અંતે પરમાત્મપદની પ્રાપ્તિ સાથે જ અસાધારણ અને ઉપાદાનકારણ ઉભય અભેદ થઈ જાય છે. જ્યારે નિમિત્તસાધન નિમિત્ત જ રહે છે, ભેદરૂપે જ રહે છે. પણ અભેદ થતું નથી. જ્યારે અપેક્ષાકારણ દેહના અંત સાથે નિર્વાણ થતાં અંત પામે છે.
અપેક્ષાકરણ અને નિમિત્તકારણ સુધી પહોંચવામાં તો આપણને આપણાં શુભકર્મો સહાયભૂત થાય છે. પરંતુ નિમિત્ત કારણરૂપ દેવ-ગુરુ ભગવંત આપણને અપેક્ષા અને નિમિત્તમાં જ ગોંધી ન રાખતાં આપણને અસાધારણ અને ઉપાદાન કારણમાં જવા પ્રેરે છે. કર્મ કાંઈ આપણને અસાધારણ અને ઉપાદાન કારણમાં લઈ જતાં નથી. સ્થૂલ ઉદાહરણથી સમજવું હોય તો સમજી શકાય કે અમુક સંયોગમાં વેદ્ય-દાક્તર નળી દ્વારા અન્ન જઠરમાં પહોંચાડી દેશે પણ તે અન્નમાંથી રસ-લોહી-વીર્ય શક્તિ તો શરીરે સ્વયં જ બનાવવી પડશે.
પૂર્વ પુણ્યકર્મના ઉદયે શ્રીમંત કુટુંબમાં જન્મ એ પૂર્વકૃત કર્મને કારણે મળે અને ટળી જઈ શકે છે. પણ શ્રીમંત-સમૃદ્ધ સંસ્કાર વારસો તો શ્રીમંત સંસ્કારી સ્વજન, મિત્ર, સત્સંગ, વાચન આદિન નિમિત્તથી જ મળી શકે છે. બાહ્ય સાધન (ઉપકરણ)થી સાધના કરવાની છે અને અત્યંતર અસાધારણકારણ દ્વારા ભાવમાં આરોહણ કરવાનું છે. અથાત્ત પરંપરાએ ક્ષપકશ્રેણિ માંડવાની છે જે ઉપાદાનકારણની ખિલવણી છે.
અર્થ અને કામ એવું તત્ત્વ છે કે બીજાં આપણા માટે કરી આપે જ્યારે મોક્ષ એવું તત્ત્વ છે કે કોઈ આપણું નહિ કરી આપે. આત્મા સ્વયં ઉપાદાનકારણ છે તે અસાધારણ કારણ તૈયાર કરે તો મુક્તાત્મા-પરમાત્મા બને. બીજા આપણા માટે રાંધી શકે, ખવડાવી પણ શકે પરંતુ બીજા ખાય અને આપણું પેટ ભરાય એ તો કદી નહિ બને. જે ખાય તેનું જ પેટ ભરાય. અને તે જ તૃપ્ત થાય, બીજો નહિ. એ તો આપણા સહુના અનુભવની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org