________________
ચાર કારણ
૭૭
કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર, સાત્ત્વિક ભાવ યુક્ત સંસ્કારી જીવનની અપેક્ષાએ જ્યાં અપેક્ષાકારણ છે ત્યાં જ નિમિત્તકારણો મળી શકે છે. અપેક્ષાકારણ મળ્યા પછી નિમિત્તકારણના સબંધમાં આવવું પડતું હોય છે. માટે જ તેની અપેક્ષાકારણ અને નિમિત્તકારણ એવા બે ક્રમમાં વહેંચણી કરી. અપેક્ષા અને નિમિત્તકારણને પામીને, અસાધારણ કારણ અને ઉપાદાનકારણને પામવાની શક્યતા ઊભી થાય છે. જે પ્રાપ્ત થયેથી અસાધારણ અને ઉપાદાન કારણ યુગપ ્ પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રવ્યથી તેના ગુણ પર્યાય અભિન્ન ફોટા છે. અર્થાત દ્રવ્ય એ ઉપાદાન કારણ છે અને ગુણપર્યાયનો વિકાસ અસાધારણ કારણ છે. ઉદાહરણ તરીકે મોક્ષનો ઇચ્છુક ઉપાદાન દ્રવ્ય છે અને મોક્ષની ઇચ્છા તથા તેને અનુકૂળ વૃત્તિ ને પ્રવૃત્તિ એ અસાધારણ કારણ છે.
ગુણસ્થાનક ક્રમારોહની પરિપાટીથી ચોથા ગુણસ્થાનકથી શરૂ કરી જે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ સાધક અવસ્થાઓ છે, તે અને તેમાં રહેલા સાધનાના ગુણો યાવત્ કેવલજ્ઞાન સુધી સર્વ અસાધારણ કારણ રૂપે છે, અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી અસાધારણ અને ઉપાદાનકારણ એક થઈ જાય છે. કેવલજ્ઞાની દ્રવ્ય છે, જેમાં જ્ઞાન ગુણ છે અને કેવલજ્ઞાન એ જ્ઞાનનો પર્યાય છે. એટલે અસાધારણ કારણ રૂપ ગુણપર્યાય અને કેવલજ્ઞાની દ્રવ્ય અભેદ થઈ જાય છે. સાધક અવસ્થામાં, વિકાસક્રમમાં ઉપાદાનનો વિકાસ જે ભેદરૂપ દેખાય છે, તે સાધ્ય અવસ્થામાં અભેદ થઈ જાય છે. અંતિમ કાર્યની કૃતિ અને કારણની સમાપ્તિથી જે કૃતકૃત્યાવસ્થાની અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે ત્યારે ગુણ અને ગુણી અભેદ થાય છે. પછી અપેક્ષાકારણ અને નિમિત્તકારણ મોક્ષ પ્રાપ્ત થયે રહેતા નથી. કેમ કે તે ઊભય ‘પર’ દ્રવ્ય હોવાથી ભેદરૂપ છે જેથી છૂટાં પડી જાય છે.
સમસ્ત વિશ્વમાં તેમ જ મોક્ષમાર્ગની સાધનામાં આ ચાર સાધના કારણોનું સંચાલન છે, જે માટીને અપાતા ઘડાકાર અને ઘઉંમાથી બનાવાતી રોટલીના દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજી શકાય છે. માટીને અપાતા ઘડાકારમાં ખુલ્લું આકાશ અને ભૂમિ અપેક્ષા કારણ છે. દંડ, ચક્રાદિ કરણ નિમિત્તકારણ છે. જ્યારે કુંભાર કર્તા નિમિત્તકારણ છે અને માટી ઉપાદાનકારણ છે, તે જ પ્રમાણે માટીનો પિંડ ઘડાકારને પ્રાપ્ત કરે ત્યાં સુધીના વચલા આકારો જેને શાસ્ત્રીયભાષામાં સ્થાન, કોષ કપાલ, કુશળ વિગેરે પર્યાયોથી ઓળખવામાં આવે છે તે અસાધારણકારણો છે. તેમ ઘઉંની રોટલીમાં લોટ, કર્ણક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org