________________
૨૫૭.
કાળનો નિકાલ અર્થાત્ કાળનું ભાન ભુલાય, કાળાતીત થવાય તો આત્માનું અમરત્વ પમાય અર્થાત્ કેવલદર્શન - કેવલજ્ઞાનનું પ્રાગટ્ય થાય.
ઉદ્યમ એટલે વીતરાયનો ક્ષયોપશમ જે વર્તમાનકાળમાં છે અને વર્તમાનકાળમાં કામમાં આવે છે. જીવ વર્તમાનરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે એટલે સંબંધ છે. પરંતુ ઉપયોગમાં તો વર્તમાનકાળ છે એટલે જીવ વર્તમાન સ્વરૂપ છે.
કાળનો ખોરાક ક્રિયા અને જ્ઞાન છે. કાળ અનંતો છે. એટલે ક્રિયા બહુ કરવાની રહે છે. પરંતુ બહુ કરીએ તેના કરતાં બરોબર કરીએ તો કાળનો કોળિયો થઈ જાય.
કાળનો કોળિયો કરવો હોય તો અકાલ એવાં પરમાત્માના ખોળામાં બેસવું જોઈએ. અકાલના ખોળે બેસવું એટલે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થવું. ધ્યાનસ્થ - સમાધિસ્થ - આત્મસ્થ થવું.
જેમ ભાવની સૂક્ષ્મતા વિશેષ તેમ ક્રિયા ઓછી. કાળ ઓછો અને પરિણામ (Result) Qui
ક્ષપકશ્રેણિનો કાળ માત્ર બે ઘડીનો છે અને ચૌદમા અયોગી ગુણસ્થાનક કે શૈલેશીકરણની પ્રક્રિયામાં “અ”, “ઇ”, “ઉ”, “ઋ', “” એ પાંચ હ્રસ્વારોના ઉચ્ચારણ જેટલો જ સમય લાગે છે.
' દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરવાથી તેટલો સમય તામસ-રાજસ ભાવ કરતાં નથી અને આરંભ-સમારંભ ઇન્દ્રિયોના વિષય ભોગાદિથી બચીએ છીએ તે દૃષ્ટિએ સ્વ સમયનો - સ્વકાળનો સ્થૂલથી સદુપયોગ કર્યો કહેવાય.
પરંતુ જો જ્ઞાનદશાએ, મોક્ષના લક્ષ્ય ઉપયોગનો જો સદુપયોગ થાય તો સકામ નિર્જરા થાય અને મોહનીયકર્મનો ક્ષયોપશમ યા ક્ષય થાય છે સૂક્ષ્મથી સ્વકાળનો સદુપયોગ છે.
જીવનો આયુષ્યકાળ એ એનો વ્યવહારિક સ્વકાળ છે. એનો વ્યવહારથી ધર્મધ્યાન, ધર્માનુષ્ઠાનાદિ ધર્મક્રિયામાં ધર્મભાવમાં સદુપયોગ કરવો તે મોક્ષ પુરુષાર્થ છે.
ભૂતવત્ - ભવિષ્યવત્ ન વિચારતાં માત્ર વર્તમાનકાળને સ્વકાળરૂપ બનાવીને આત્મભાવમાં - સ્વરૂપભાવમાં વર્તવું જેથી કાળાતીત બની શકાય.
ભવિષ્યની ચિંતા કરવી એનું જ નામ પાપ મિથ્યાત્વ ! “વર્તમાનજોગ' શબ્દ આપણને એ જ સૂચવે છે કે વર્તમાનમાં વર્તે. “સમય વર્તે સાવધાન.” વર્તમાનનો ઉપયોગ કરી કાળાતીત થાઓ. s-17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org