________________
ચાર નિક્ષેપો
૧૫૭
પરમાત્મામાં લીન થઈ જઈ શકે છે. પરમાત્મમય બની જઈ પરમાત્મામાં લય પામી શકે છે. જેને લયયોગ કહેવાય છે જે ભાવ આશ્રિતભાવ છે. ભગવાનને માનું છું એટલે ભાવનિક્ષેપાથી કેવળજ્ઞાન માંગું છું. ભાવથી ભગવાનને ભાવીએ તે ભાવનિક્ષેપો છે, એટલે જ તો ગાયું છે કે.... ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલજ્ઞાન"
"
મૂર્તિ-પ્રતિમાને ભગવાન માનું છું
- એ પાછો સ્થાપનાથી ભાવ નિક્ષેપો છે. મૂર્તમાં અમૂર્તનાં દર્શન કરવાના છે અને તે જ સાચા દર્શન છે, સાચી મૂર્તિપૂજા છે. સ્થાપના નિક્ષેપા માટે સ્થાપના નિક્ષેપો નથી. પરંતુ સ્થાપના નિક્ષેપો ભાવનિક્ષેપો માટે છે. મૂર્તિમાં ભગવાનના દર્શન કરી પોતાના આવરણ (અજ્ઞાન વિકારના પડળ)નો ભંગ કરી નિરાવરણ (શુદ્ધ) બનીએ. સ્વયં ભગવાન થઈએ તો નિશ્ચયથી ભગવાનના દર્શન કર્યા કહેવાય. કેમકે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે કે જે કેવલજ્ઞાનમાં સર્વ અરિહંત પરમાત્મા, સર્વ સિદ્ધ પરમાત્મા સહિત સકલ વિશ્વના સર્વ કાળનાં, સર્વ ક્ષેત્રનાં, સર્વ પદાર્થોનું તેમના સર્વપર્યાય સહજ દર્શન થાય છે.
||
મૂર્તિમાં ભગવાનના અર્થાત્ અમૂર્તનાં દર્શન કરી લક્ષ્ય આપણે આપણામાં અંદરમાં રહેલાં અમૂર્ત અરૂપી-અવિકારી-અજરામર-અવિનાશીઅખંડ-એવાં આત્માના પરમ આત્મતત્ત્વનું દર્શન કરવાનું છે. અનામી-અમૂર્તઅરૂપી-અકલ-અજરામર-અશરીરી-અવિકારી-અખંડ-અવિનાશી એવો મારો આત્મા આ દેહમંદિરમાં રહેલ છે, તે દેહથી ભિન્ન છે, એ ભેદજ્ઞાન કરી પ્રભુમંદિરમાં રહેલ પરમાત્મ પ્રતિમાનું દર્શન કરતાં કરતાં તે પરમાત્માનું આલંબન લઈ પરમાત્માના સાન્નિધ્યમાં પરમાત્માને સન્મુખ રાખી આપણા આત્માના પરમાત્મ સ્વરૂપની ચિંતવના કરતાં કરતાં આપણા આત્માને એવા જ પરમાત્મ સ્વરૂપે પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. એમ કરીશું તો તેવી ચૈતન્ય મૂર્તિપૂજા ફળવતી બનશે.
આવા ઊંચા ભાવ ઊંચી ક્રિયાથી આવે છે. ક્રિયા જેટલી ઊંચી તેટલા ભાવ ઊંચા અને ભાવ જેટલા ઊંચા તેટલી ક્રિયા પણ ઊંચી. ભાવનો ક્રિયામાં આવિષ્કાર કરવાનો છે અને ક્રિયામાં ભાવ ભેળવવાનો છે. ક્રિયા કરતાં ક્રિયામાં ન રહેતાં ભાવમાં ચઢવાનું છે. ભાવારૂઢ થઈ, ભાવવિભોર બની ધ્યાનમાં લીન થવાનું છે અને આત્મામાં લય પામવાનું છે. ક્રિયા કદી પૂર્ણ કરી શકાશે નહિ, પરંતુ ભાવ પરિપૂર્ણ ભાવી શકાશે, માટે જ ક્રિયા ઉપર ભાવનું આધિપત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org