________________
પનાભાઈ એક વિરલ વ્યક્તિત્વ (મૂળ ચિંતનકારનો પરિચય, પ્રથમ આવૃત્તિમાંથી સંક્ષિપ્તનોંધ) ચિંતનકારની શૈલીનું આંશિક હાઈ
જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે, પરંતુ સ્વક્ષેત્રે તો આનંદ(વેદન) રૂપજ છે. જ્ઞાન અને આનંદ રસથી આત્મપ્રદેશો છલોછલ ભરેલા છે.
કેવળજ્ઞાન સમજવા માટે તેના ત્રણ વિશેષણો ખૂબ જ ઉપયોગી નીવડે છે. (૧) વીતરાગ જ્ઞાન : અર્થાત્ નિષ્ઠયોજન જાણેલામાં કોઈ પ્રયોજન
• ઉભું ન થાય, એટલે રાગદ્વેષની કોઈ ઉત્પત્તિન થાય. (૨) નિર્વિકલ્પક જ્ઞાન : અર્થાત્ જ્ઞાનની અખંડતા જાણવા ન જાય અને
જણાય. (૩) સર્વજ્ઞ જ્ઞાન : અર્થાત્ જ્ઞાનની પૂર્ણતા સર્વ કાંઈ જણાય.
(પરકાલ અને પરક્ષેત્રે વિદ્યમાન સર્વ પદાર્થો). નવકારથી દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન ક્રમથી ભણે તો જ કેવળજ્ઞાન થાય તેવો કોઈ નિયમ નથી, પણ જ્ઞાનમાંથી વિકારનો નાશ થવાથી અર્થાતુ મોહનીયતા નાશે કેવળજ્ઞાન થાય તેવો નિયમ છે.
મોહનીયના નાશે જ્ઞાનાવરણીયનો નાશ છે, માત્ર ભણવાથી જ્ઞાનાવરણીયનો નાશ થતો નથી.
વિતરાગતા સાધ્ય છે અને કેવળજ્ઞાન લક્ષ્ય છે. સાધના સાધ્યની હોય - સાધ્ય પ્રાપ્ત થયે લક્ષ્ય સહજ પ્રાપ્ત થાય છે.
પરિણામે ભયંકર નીવડતી આ ભૂલના કારણે જ અનાદિકાળથી આ અને આવા સુખની જ લાલસા રાખી હોય છતાં મહઅંશે દુબજ ભોગવી રહ્યો છે.
અનંત ઉપકારી, અકારણ વત્સલ, અપાર કરૂણાના સાગર એવા વીતરાગી, સર્વજ્ઞ, તીર્થકર ભગવંતો તેમના આપેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન દ્વારા આ ભવનમાં - મોહવનમાં ભૂલા પડેલા આત્માને તે જ સમજાવે છે.
ઉપરોક્ત અને આ પુસ્તકમાં પ્રસ્તુત આવા અનેકાનેક અનોખા ચિંતનોનો મધમધતો રસથાળ ધરનાર છે -
શુભનામાભિધેય “શ્રી પનાભાઈ” તેમનો જન્મ થયો હતો વાંકાનેરમાં, મૂળવતની ધાંગધ્રાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org