________________
સ્યાદ્વાર દર્શન
૧૬૯ અપૂર્ણ અને અજ્ઞાની છીએ. અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી. પરંતુ કેવલજ્ઞાની પરમાત્મા ભગવંત જે જાણે છે તેથી અનંતમાં ભાગનું પણ આપણે જાણતા નથી, તે અર્થમાં અજ્ઞાની કહેલ છે. સ્યાદ્વાર દર્શન આપવા દ્વારા પરમાત્માએ પૂર્ણનું લક્ષ્ય કરાવવા સહતત્ત્વને સમ્યગૂ પ્રકારે સમજવાની ચાવી આપી છે.
આ સ્યાદ્વાદને અનેકાન્તવાદ અને સાપેક્ષવાદ તરીકે ઓળખાવવાની સામાન્ય ભૂલ ચાલી આવે છે, પરંતુ આ ત્રણે શબ્દો એકબીજાના પર્યાયી શબ્દો નથી. એ ત્રણેમાં સૂક્ષ્મ તાત્વિક ભેદ છે. એ ભેદ સમજવા માટે પંચાસ્તિકાય અને તેના સામાન્ય તથા વિશેષ ગુણધર્મના અભ્યાસની સવિશેષ આવશ્યકતા છે.
આ વિશ્વમાં દ્રવ્ય છે. એ દ્રવ્ય એકથી અધિક છે. અર્થાત્ પાંચ અસ્તિકાય દ્રવ્યો જે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય છે તે તથા છઠ્ઠ ઉપચરિત દ્રવ્ય કાળ છે. કાળ એ ઉપચરિત દ્રવ્ય છે તે અસ્તિકાય નથી. વળી, આ દ્રવ્ય સજાતિ અને વિજાતિ એમ ઊભય પ્રકારનાં છે. ઉપરાંત તે દરેક દ્રવ્યના પોતાના ગુણ અને તે પોતાના ગુણના પાછા પર્યાય છે. દ્રવ્યના ગુણ જેમ પાછા એકથી અધિક છે તેમ તેમના પર્યાય પણ એકથી અધિક છે. ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યના સામાન્ય અને વિશેષ ગુણ છે. તે ગુણ પ્રમાણેનું પ્રત્યેક અસ્તિકાયનું કાર્ય છે. આમ ગુણ દ્રવ્ય ભેદક છે, અને પર્યાય ગુણ ભેદક છે.
પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું નથી. માટે ત્યાં સ્યાદ્ લાગુ પડે છે. એક દ્રવ્ય સર્વ દ્રવ્યનું કાર્ય નહિ કરી શકે માટે ત્યાં સ્યાદ્ લાગુ પડે છે. એક દ્રવ્ય, સર્વ દ્રવ્યનું કાર્ય નહિ કરી શકે માટે જ કેવલજ્ઞાનને પણ આ સંદર્ભમાં સ્યાદ્ કહ્યું છે. કેમ કે કેવલજ્ઞાનની સામે મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવ જ્ઞાનનું પણ અસ્તિત્વ છે. બાકી કેવલજ્ઞાનનું કાર્ય અક્રમથી છે એટલે કાર્યથી તો કેવલજ્ઞાન અસ્યાદ્ છે.
આમ વિશ્વમાં એકથી અધિક દ્રવ્યનું અસ્તિત્વ હોવાને કારણે અને સમગ્ર વિશ્વકાર્ય સર્વ દ્રવ્યના સામૂહિક ગુણકાર્યને લીધે સંભવિત હોવાથી સ્યાદ્વાદ દર્શન છે. માત્ર એક જ દ્રવ્યથી સમગ્ર વિશ્વકાર્ય શક્ય નથી. તેથી પ્રત્યેક દ્રવ્ય પોતામાં પોતાના સ્વભાવથી પરિપૂર્ણ હોવા છતાંય તે સમગ્ર વિશ્વકાર્યના સંદર્ભમાં સ્યાદ્ છે. જીવાસ્તિકાય, એ ધર્મ, અધર્મ, આકાશ કે પુદ્ગલાસ્તિકાયનું કાર્ય કરી શકતું નથી અને આકાશાસ્તિકાય, એ જીવાસ્તિકાય કે પુદ્ગલાસ્તિકાયનું કાર્ય કરી શકતું નથી તે સંદર્ભમાં સ્યાદ્ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org