________________
૯૫
પંચાચારની વિશિષ્ટતા છે. ચારિત્ર અંગીકાર કરવાનું અને તપ તપવાનું પ્રયોજન પણ કેવલજ્ઞાની પ્રાપ્તિ માટે છે. જ્ઞાન વિના સંયમ-ચારિત્ર-તપની ભૂલો સુધરશે નહિ.
શ્રુતજ્ઞાન એ સાધન છે. મોહનીયકર્મનો ક્ષય કરવો તે સાધ્ય છે. અને મોહનીયકર્મનો ક્ષય (વીતરાગ)ના લક્ષ્ય મોહનીયકર્મના ક્ષયોપશમની ક્રિયાની સાધના છે. અલ્પ એવાં પણ જ્ઞાનના વિકારની અલ્પ એવા પણ મોહનીય ભાવમાં એવી તાકાત છે, કે આપણને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા ન દે. એટલે જ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન ભણી ભણીને જ્ઞાનમાં રહેલાં મોહનીયના વિકારનો નાશ કરવા પ્રવૃત્ત થવાનું છે, અને તેમાં સતત સાવધ-જાગરૂક-અપ્રમત્ત રહેવાનું છે. અહીં આ ક્ષેત્રે તો પૂરેપૂરું ચૂકવો તો પૂરેપૂરું પામો એવો ન્યાય છે.
વાંદશાંગી પ્રમાણ શ્રતજ્ઞાનને મોહનીયકર્મનો ક્ષય કરવા માટેનું સાધન ન માનનારા અને ન બનાવનારા શ્રુતજ્ઞાનનો અહંકાર કરનારા બને છે, અને પછી જ્ઞાનના મદદથી અધઃપતનને પામનારા થાય છે.
જ્ઞાન અજ્ઞાન કેમ ? જ્ઞાન અને તે વળી પાછું અજ્ઞાન ? જ્યાં સુધી જ્ઞાનમાંથી મોહના વિકારો જાય નહિ ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન છે. કારણ કે ત્યાં મોહનાં પડળ છે-આવરણ છે. મોહનાં પડળો-આવરણ હઠે નહિ ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટે નહિ પછી તે સ્વયં શ્રુતકેવલી પણ કેમ ન હોય!
શ્રુતકેવલી થવાના લક્ષ્યથી જ્ઞાનાભ્યાસ-અધ્યયન કરવામાં આવે તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સારો અને ઝડપી થાય છે અને શ્રુતકેવલી બનવાની દઢ ભાવનાને કારણે તેવા સંસ્કાર આત્મામાં દ્રઢ થતાં આત્મા શ્રુતકેવલી બની શકે તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની પ્રાપ્તિ થાય છે.
ગૌતમ ગણધર ભગવંતને હું સર્વજ્ઞ છું, અને હું અજીત વાદી છું, એ જ્ઞાનના રસ, ભાવ અને જ્ઞાનપિપાસાએ એમને સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર ભગવંત મહાવીરસ્વામીના સંપર્કમાં લાવી દીધાં. મહાવીર ભગવંત પાસે સર્વશતા બતાડવા આવેલ ગૌતમને એની અસર્વજ્ઞતા મહાવીર ભગવંતે બતાડી દઈ, એનો અહં ઓગાળી દઈ, શ્રુતકેવલી ગણધર ગૌતમસ્વામી બનાવી, અંતે પોતા જેવાં કેવલજ્ઞાની સર્વજ્ઞ બનાવ્યા. તેથી જ જીત-હાર સાપેક્ષ હોવા છતાં ભગવાનને જીતનાર અને જીતાડનાર “જિણાણે જાવયાણ વિશેષણથી નવાજેલા છે. એ ભગવંત એવાં છે કે કોઈને હરાવીને જીતનારા નથી. એ તો સામાને જીતાડીને જીતનારા છે.
ભણવાની જિજ્ઞાસાથી ભણતાં ભણતાં થતી શંકાઓના સમાધાન-ખુલાસા કરવા અંગે થઈને અન્ય જ્ઞાની ગુરુ ભગવંતોના સમાગમ થશે, તથા ઉત્તમોત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org