________________
સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રકારના ગ્રંથોનું વાચન વધશે જેથી કરીને ઉત્તરોત્તર શ્રતજ્ઞાનમાં વૃદ્ધિ થતી જશે.
વાવે તેવું લણે' એ ન્યાયે હૃદયમાં જેવી આકાંક્ષા હશે, હૃદયમાં જેનું સ્થાન હશે, તે તત્ત્વ-તે વસ્તુ-તે વ્યક્તિ સાધના માર્ગે અવશ્ય આવી મળશે. પરમાત્માના વિરહની વેદના હશે, શ્રુતકેવલી થવાની અભિલાષા-આકાંક્ષાઝંખના હશે તો અચૂક તીર્થંકર પરમાત્મા મળશે, શ્રુતકેવલી થવાશે અને અંતે કેવલજ્ઞાની બની પરમપદની પ્રાપ્તિ કરી પરમાત્માની હરોળમાં બેસવા મળશે. મેળવવાનું પછી કાંઈ રહેશે નહિ, કૃતકૃત્યતા-આત્યંતિક અવસ્થાની પ્રાપ્તિ થશે.
કેવલજ્ઞાન એ તો આત્માની ઘરની ચીજ છે અને એ આ આત્મસ્વરૂપ હોવાના કારણે જ સઘળાં જીવોને પૂરેપૂરી મળી શકે છે. જરૂર છે માત્ર મોહનાં પડળો હઠાવી નિરાવરણ થવાની. વીતરાગ નિરાવરણ નિર્મોહી થયેથી જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ-વીર્ય પૂર્ણતાએ પ્રગટે છે.
આથી વિપરીત દુન્યવી ભૌતિક પૌલિક વસ્તુઓ સહુ કોઈને સરખી નથી મળતી. તેમ એક જ સમયે એક જ વ્યક્તિને સઘળી વસ્તુઓ મળતી નથી, અને મળેલી બધી વસ્તુઓ એક સાથે એક સમયે ભોગવી શકાતી નથી. કારણ કે પુગલ અપૂર્ણ છે, પરિચ્છિન્ન છે અને ક્રમિક છે, તેમજ વિજાતિય-પર છે અને વિનાશી છે.
જ્ઞાનાચારના ભેદ શ્રવણ-મનન નિદિધ્યાસન અને અનુપ્રેક્ષા છે. જ્ઞાનાચારના સેવનથી સમ્યજ્ઞાનના વિકલ્પો સાધન લાગે છે. તેનાથી મોહનીય આદિ કર્મનો ક્ષયોપશમ ક્ષય કરવાનો છે. જ્ઞાનાચારના સેવનથી મોક્ષની ઇચ્છા, લક્ષ્ય અને રુચિ થાય છે. બાકી પહેલેથી જ મોક્ષના લસ્સે ભણવામાં આવે તો એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. એથી તો એકાંતે લાભ છે, મોક્ષ એકાંત છે, અદ્વૈત છે. પણ મોક્ષમાર્ગની સાધના સ્યાદવાદ દૃષ્ટિએ અનેકાન્ત માર્ગ છે. સ્વરૂપજ્ઞાન એટલે કે કેવલજ્ઞાન એક ભેદે છે પણ અનંત શક્તિવાળું છે. જ્યારે કેવલજ્ઞાન સિવાયના બીજાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનના પાછા ભેદ છે અને શક્તિ અલ્પ છે.
જ્ઞાન એ તત્ત્વવિચાર છે અર્થાત પદાર્થ શોધન છે. જેટલું પુદ્ગલ પદાર્થનું સંશોધન કરીએ છીએ તેટલો આત્મતત્ત્વનો વિચાર કરીએ છીએ ? પૌદ્ગલિક પદાર્થને ભૌતિક તત્ત્વોના સંશોધન કેન્દ્રો (Research Centres) છે. પરંતુ અધ્યાત્મના-આત્મત્વના સંશોધન કેન્દ્રો ક્યાં છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org