________________
૨૨૬
વૈકાલિક આત્મવિજ્ઞાન મનુષ્ય એ માનવ દેહાકૃતિથી તો મનુષ્ય છે જ! પરંતુ આવા રહસ્યો જાણીને જ્યારે તેના મન-બુદ્ધિ-હૃદય માનવ બને તો તે ખરો માનવ છે. માનવતા યુક્ત માનવ છે અને પરમાત્માનો અંશ છે. કારણ કે પરમાત્માએ જગતના જીવોને એવું જીવન જીવવાનું ફરમાન ને ઉપદેશ આપેલ છે, કે બહારથી ગમે તે નામ-લિંગ-વેશ-જાત-પાતના ભેદ વાળો હોય તો પણ તે પરમાત્માનો દાસ છે, પરમાત્માનો સેવક છે, અને પરમાત્માની જાતનો વંશ, પરંપરાએ વારસદાર છે. કારણ કે પરમાત્માને આ જ ઈષ્ટ છે. આવા સાત્વિક ભાવો અને આવું સુંદર આચરણ એ પરમાત્માના ઘરની દેણ છે. આથી વિરુદ્ધ ભાવો એટલે માત્ર પોતાના જ જીવનના સ્વાર્થભાવો અને તે સ્વાર્થભાવોને પૂરા કરવા માટે આપણે ગમે તેટલા દોષ સેવીને તામસ રાજસ ભાવોથી અન્યને દુઃખી કરીએ તે આપણા મનની ઉપજ ને નીપજ છે. - ઈશ્વર, પરમાત્મા, ભગવાન આવા શબ્દો તેનો અર્થ, તેના ભાવ મુખ્યતઃ મનુષ્યના મન, બુદ્ધિ અને હૃદય માટે છે. તિર્યંચ ગતિના નીચલી કક્ષાના જીવોના જીવનમાં આવા શબ્દોના વહેવાર કે ઉચ્ચાર કે આચાર નથી.
તો આમ મનુષ્ય યોનિ એ કેવી યોનિ છે ? એ ઉપરથી જો વિચારીએ તો તે પરમાત્માની છાયારૂપ છે, અને જો અહીંથી વિચારીએ તો તે પરમાત્મા તરફની ગતિરૂપ છે.
દેવગતિનો વિચાર કરીએ તો દેવ ગતિ એ પુણ્યના ઉદયરૂપ એવી ગતિ છે, કે ત્યાં આપણા જેવી દુઃખી અવસ્થા નથી. એ પુણ્યના ઉદયને અંગે તે માને ગર્ભનું, જન્મનું, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા કે ઋણાવસ્થાનું દુઃખ નથી. એટલું જ નહિ પણ શરીરના ભોગ માટે ભોગ સામગ્રીની પ્રાપ્તિનો શ્રમ કે દુઃખ નથી. તેના પુણ્યના ઉદય પ્રમાણે દેવયોનિમાં ઉત્પન્ન થતાં મળેલ સુખસામગ્રી દેવયોનિ હોય ત્યાં સુધી તેના માટે અનામત રહે છે. સિવાય કે એ જીવો મોહને આધિન થઈ મોહવશ કાંઈ પરસ્પર વહેવાર કરે અને દુઃખી થાય તો તે એક દુઃખ તેઓને છે. એક મરણ સિવાય જીવે ત્યાં સુધી તેને દુઃખી થવાનો કોઈ ભય નથી.
અને ઉપર જણાવી ગયા તેમ નરક-ગતિના જીવોના નિકાચિત પાપના ઉદય સંબંધી તો કાંઈ વિચાર કરી શકાય એમ છે જ નહિ.
હવે ઉપાસના તત્ત્વનો વિચાર કરીએ. ઉપાસના અદષ્ટ તત્ત્વની છે. જે અદૃષ્ટ તત્વો બે પ્રકારના છે. એ ઉપાસ્ય તત્ત્વો એક તો શક્તિ તત્ત્વ છે અને બીજું સ્વભાવ તત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org