________________
સૈકાલિક આત્મવિજ્ઞાન વિનયપૂર્વક આદર-સત્કાર-બહુમાન કરવું ને સેવા-વૈયાવચ્ચ કરવી તે દર્શનાચાર છે.
ચારિત્રાચાર-તપાચાર :
એ જ્ઞાનમાં જાણેલા પ્રમાણે જીવી જાણવાની ક્રિયા ચારિત્રાચાર ને તપાચાર છે.
એ જાણેલમાં શ્રદ્ધા થવી-વિશ્વાસ હોવો, તે જ્ઞાનનું જ્ઞાનની સાધનસામગ્રીનું ઉપકરણાદિનું, એ જ્ઞાન આપનારા દેવ-ગુરુનું, અને તે જ્ઞાન ઝીલનારા, તે જ્ઞાનનો આદર કરનારા, તે જ્ઞાન પ્રમાણે જીવન જીવનારા સાધર્મિક બંધુઓનું બહુમાન-આદર-સત્કાર અને વિનય, સહાય કરવા તે દર્શનાચાર છે.
દેવ ગુરુ ધર્મ તત્ત્વોને સમજીને હૃદયમાં સ્થાન આપવાનું છે. આ સઘળો બાહ્ય દર્શનાચાર છે. તેનાથી અત્યંતર અસર થાય છે અને દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય છે. મિથ્યાત્વનો નાશ થાય છે. અનંતાનુબંધીના રસપૂર્વકનો જે કષાય છે તે ખતમ થાય છે ને સમ્યકત્વનો આવિષ્કાર થાય છે.
દેવ-ગુરુ-ધર્મના સંબંધથી-સત્સંગ-સંતસમાગમથી તેમના સંપર્કથી અને તેમને હૃદયમાં સ્થાન આપવાની સમક્તિની સ્પર્શના થાય છે દેહભાવ ટળે છે અને આત્મ ભાવ આવે છે.
સાધુ ભગવંતનું જીવન દિવ્ય છે. ગૃહસ્થીનું જીવન દિવ્ય નથી. બીજા જીવોને દુઃખ ન પહોંચે અને સુખ ઉપજે તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવી જોઈએ.
દુર્જનતા એ મહાન કુપથ્ય છે. એ કુપથ્યનું સેવન ચાલુ હોય ત્યાં સુધી અર્થાત્ દુર્જનતા પ્રવર્તતી હોય ત્યાં સુધી આગળના ગુણો આવતા નથી.
મનને મનાવવું જ જ્યાં મુશ્કેલ છે ત્યાં મનના મંતવ્ય-અભિપ્રાયને બદલવા, મનને ફેરવવાનું તો કેટલું મુશ્કેલ હોય !
જ્ઞાનાચાર-દર્શનાચારમાં દેવ-ગુરુ-ધર્મ-સાથે આપણે એક લોહિયા થઈશું તો ચારિત્રાચાર ને તપાચારના ભેદથી કેવલજ્ઞાન કેવલદર્શન પ્રાપ્ત કરી શકીશું.
વીર્ય એટલે શક્તિ, વીયતરાયના ક્ષયોપશમથી જ્ઞાનદશર્ન, ચારિત્ર અને તપમાં શક્તિથી બળવાન થવા વડે કરીને પાંચે શક્તિથી અભેદ થઈ, સર્વશક્તિમાન પરમાત્મારૂપે આત્માને પરમાત્મા રૂપે પરિણાવવાનો-સિદ્ધ બનાવવાનો છે. સ્વાનુભાવમાં અને સર્વાનુભવમાં જવાનું છે. સ્વાનુભવ એટલે સ્વાનુભૂતિમાં આત્મ સ્વક્ષેત્રે સ્વગુણો-સ્વભાવનો વેદક છે. જ્યારે સર્વાનુભવ એટલે કે સર્વાનુભૂતિમાં આત્મા પરક્ષેત્રી પરદ્રવ્યોનો માત્ર જ્ઞાતા-દૃષ્ટા છે.
પરમાત્માએ આપેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનો અધ્યાત્મ-વિષયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org