________________
પંચાચારની વિશિષ્ટતા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપણને મળ્યાં હોય તેને સમ્યભાવથી સાધન બનાવી સાધના કરી શકાય છે.
જ્યાં સુધી આ દેહ છે અને કર્મનો વિપાક છે, ત્યાં સુધી ગમે તેવી રિદ્ધિ-સિદ્ધિ-વૈભવ-સંપત્તિ-સાધનસામગ્રી હોય તોય જીવ જગતનો દેણદાર છે. પણ લેણદાર નથી. લેણદાર તો કેવલી ભગવંતો, અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો જ છે. સર્વેની સ્થિતિ એવી છે કે લેણાની જરૂર નથી અને દેણું ઊભું નથી.
એક કીડાની જેમ જગતની લાતો-પાટુ સહન કરી આધ્યાત્મમાર્ગ ઉપસર્ગો અને પરિષદો સહન કરીને, સમભાવે સહન કરીને પરમેશ્વર થવાય છે. કોઈ પણ દેહધારી જીવ દેણદાર છે. ઘાતકર્મો ચૂકવીએ અર્થાત ખતમ કરીએ તો જ દેણદાર મટી શકાય એમ છે. - કેવળ વર્તમાનકાળ સમજીને ધર્મ સમજવાનો નથી. ધર્મનો સંબંધ ત્રણે કાળ સાથે છે. આપણી વર્તમાન દશા તો બકરી જેવી છે. કર્મસત્તાએ વાઘ જેવી છે. તે આત્મસત્તાને - આપણને ખાય તેવી થઈ છે. બાકી વાસ્તવિક તો કર્મસત્તાના ભૂક્કા બોલાવી દે એવી આત્મશક્તિ-આત્મસત્તા બળવાન છે.
જ્ઞાનાચાર એ વિવેક છે. સારાસારનું ભાન છે-સ્વરૂપ વિચારણા છે, જ્યારે દર્શનાચાર એ વિનય છે, એમાં હૃદયમાં નમ્રતા છે, વંદન છે.
જ્ઞાનાચાર :
તીર્થંકર પરમાત્મા ભગવંતની વાણીની કિંમત દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાનનું તન-મન-ધનથી અને મળેલ આયુષ્યની ક્ષણોનું વિવેકી બની સેવન કરવું તે છે, જે જ્ઞાનાચાર છે. દેવો પણ દૈવી સંપત્તિ અને શક્તિ હોવા છતાં શ્રુતકેવલી થઈ શકતા નથી તેવી અવસ્થા આપણને માનવીને થયેલ છે. તો તેવાં શ્રુતકેવલી બનાવનાર શ્રુતજ્ઞાનનો આદર કરવા પૂર્વક જ્ઞાનાચાર દ્વારા તે શ્રુતજ્ઞાનધન પ્રાપ્ત કરવામાં આપણું જીવન કેમ ન વિતાવવું ?
દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાનનું શ્રવણ-ધ્યાન મનન-મંથન ચિંતન-પરિશીલન કરવું તે જ્ઞાનાચારની સેવના-પાલના છે.
દર્શનાચાર :
એ તીર્થંકર પરમાત્મ ભગવંતની પૂજા અર્ચના કરવી. એમની વાણી, એમના જ્ઞાનનો આદર સત્કાર-બહુમાન કરવું અને તે જિનવાણી પ્રમાણેનું જીવન જીવનારાને જિનવાણીનું રસપાન કરાવનારા ગુરુભગવંતોનો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org