________________
હo
સૈકાલિક આત્મવિજ્ઞાન જોતો થાય છે. પોતાના સ્વરૂપનું ત્યારે એને ભાન થાય છે. અને બહિરાત્મપણામાંથી અંતરાત્મપણા તરફ વળે છે. આ બહિરાત્મપણામાંથી અંતરાત્મપણામાં રૂપાંતર કરવું તે સત્યાગ્રહ છે. એ દુર્જનમાંથી જન બને છે, અને જનમાંથી સર્જન બને છે. આગળ વધે છે. સાધુ થાય છે. સંતમુનિ-મહાત્મા-ધર્માત્મા બને છે. એથીય આગળ વિકાસ સાધતો નિગ્રંથ જીતેન્દ્રિય, અણગાર થઈ અંતે પોતાના પરમ આત્મસ્વરૂપનું પ્રાગટીકરણ કરી પરમાત્મા બની કૃતકૃત્ય થાય છે.
જેમ પુદ્ગલના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે તેમ પુદ્ગલના સચિત એટલે કે જીવયુક્ત પુદ્ગલ અને અચિત એટલે કે જીવ રહિત પુદ્ગલ એવા બે ભેદ છે. એ જ પ્રમાણે જીવના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ છે. સંસારી જીવો છે તે પુદ્ગલ સહિતના દેહધારી જીવો છે જ્યારે સિદ્ધના જીવો પુદ્ગલ રહિત, પુદ્ગલમુક્ત એવા શુદ્ધ આત્મસ્વરૂપી, સિદ્ધ સ્વરૂપી અરૂપી જીવો છે. જેઓ સહજાનંદી અને યોગાતીત છે, તેઓ દેહાતીત એવાં અદેહી, અશરીરી, અક્રિય, પોતાના પરમ સ્થિરત્વને પ્રાપ્ત કરી ચૂકેલ પરમાત્મા છે.
એવા આ પરમાત્મા પોતાના અદેહીપણાને પ્રાપ્ત કરવા અગાઉ દેહધારી હોય છે અને ભૂમિતલ ઉપર, ભવ્યજીવો પર યોગાનુયોગ ઉપકાર કરતાં વિચરતાં હોય છે. એવા પરમાત્મા જેઓ તીર્થની સ્થાપના કરનારા છે તે તીર્થંકર પરમાત્મા અથવા અરિહંત પરમાત્મા તરીકે ઓળખાય છે. અને જેઓ તીર્થની સ્થાપના નથી કરતાં એઓ સામાન્ય કેવલિ ભગવંત તરીકે ઓળખાય છે. ઉભય દેહધારી હોય છે તેઓ વીતરાગ, સર્વજ્ઞ અને નિર્વિકલ્પક હોય છે. દેહ હોવાના કારણે અને યોગવ્યાપાર હોવાથી તેઓ સંયોગી કેવલિ કહેવાય છે અને યોગ સક્રિય હોય છે.
જૈન દર્શનના સાધના સોપાન જે ગુણસ્થાનક કહેવાય છે, તેની દષ્ટિએ તેઓ તેરમા ગુણસ્થાનકે હોય છે. પરંતુ દેહ હોવા છતાં તેઓ દેહાતીત હોય છે અર્થાત વિદેહી હોય છે. એટલે કે દેહભાવનો સદંતર અભાવ હોય છે એ વિદેહી કેવલિ ભગવંતો જ્યારે આયુષ્ય કાળ પૂર્ણ થવા આવે છે ત્યારે સિદ્ધાત્મા બનતાં પહેલાં પોતાના આત્માની પર સ્થિરતા, પરમ અક્રિયતાને પ્રાપ્ત કરવા પૂર્વે સઘળાંય યોગવ્યાપારનો વિરોધ કરવાની શૈલેશીકરણની જે પ્રક્રિયા અલ્પકાલીન કરે છે તેને ચૌદમું ગુણસ્થાનક અર્થાત્ અયોગી કેવલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org