________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
૨૯
બહિર્મુખી જીવો પરમાં સ્વવત્ દૃષ્ટિ કરી નૈમિત્તિક સુખને માણનારા છે, કે જે સુખની આગળ અને પાછળ દુ:ખ હોય છે. તે અસત્, વિનાશી, અનિત્ય અવસ્થા છે એમાં આસક્તિ છે, મોહ છે, વાસના છે, તૃષ્ણા છે, મૂઢતા છે, અજ્ઞાન છે અને તેથી રાગ અને દ્વેષ છે. આ મોહ અને અજ્ઞાનવશ આત્માનું દેહ પ્રત્યેનું મારાપણું એટલે કે દેહભાવ-દેહમમત્વ છે તે જ બાહિરાત્મપણું છે અથવા તો જીવ પોતાની સ્વરૂપ અભાનતાએ પર એવાં પુદ્ગલમાં સ્વરૂપ બુદ્ધિથી-સચ્ચિદાનંદ બુદ્ધિથી-સત્યમ્-શિવમ્-સુન્દરમ્ બુદ્ધિથી પુદ્ગલ (ભૌતિક પદાર્થો) દ્વારા સુખ ઇચ્છે છે તે જ તેનું બહિરાત્મપણું છે. જે સંસાર છે કેમકે એમાં સરવાપણું છે.
સરિત ઇતિ સંસાર! એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર, એક વ્યક્તિ પરથી બીજી વ્યક્તિ પર, એક ઇચ્છામાંથી બીજી ઇચ્છામાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને એક ભવમાંથી બીજા ભવમાં જીવ સર્યા કરે છે. એમ વારંવાર સર્યા કરે છે તેથી તેને સંસાર કહે છે. એમાં આત્મા, મન અને શરીરનું એકક્ષેત્રી એકીકરણ છે તેમાં કર્મના ઉદયની આધીનતા છે. જે ઔયિક ભાવ છે (જે ગુણ સર્વથા-આવરાયેલો હોય અને અંશે પણ ખુલ્લો ન હોય તેને ઔદ્યિકભાવ કહેવાય છે.) એવાં જીવો પરમાત્માથી પણ વિમુખ છે અને પોતાના સ્વરૂપથી પણ વિમુખ છે. તેમ જ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી ગ્રસ્ત છે. અહીં આધિ એટલે અધ્યાત્મિક (માનસિક) દુ:ખ, વ્યાધિ એટલે કાયિક દુઃખ (રોગ) અને ઉપાધિ એટલે બાહ્ય પ્રતિકૂળ સંયોગ છે. એઓ દૃષ્ટિને દશ્યમાં સમાવે છે અને જ્ઞેયને જાણીને શેયને ચોંટે છે. એમને નથી કોઈ સાધ્ય કે નથી કોઈ ધ્યેય એટલે સાધનાનો પ્રશ્ન છે જ નહિ. તેઓ અસાધક છે. એઓમાં ગતિ છે પણ પ્રગતિ નથી. ઘાણીના બેલની
જેમ સંસારમાં ચકરાવા લીધા કરે છે. સંસારમાં ભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. પરિઘ ઉપર ઘૂમ્યા કરે છે પણ ધરી તરફ કેન્દ્ર તરફ તેમનું ગમન હોતું નથી.
આવા પુદ્ગલાભિનંદી ભૌતિકવાદી જીવ જ્યારે સુખ દુઃખના ચકરાવાથી થાકે છે, સુખ મેળવવા જતાં દુઃખી થાય છે ત્યારે આંતરખોજ કરે છે અથવા તો કોઈ સંતના સમાગમમાં આવે છે ત્યારે કે પછી અધ્યાત્મગ્રંથના વાચનથી પોતાની ઝાંઝવાના જળ મૃગજળ પાછળની પરિણામવિહીન દોટને પિછાને છે ત્યારે અંતરમુખી થાય છે. આંતરનિરીક્ષણ કરે છે, અને આંતરદોષોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org