________________
૪. બહિરામા અતરાત્મા-પરમાત્મા
જીવના પ્રકાર :
સમગ્ર ચૌદ રાજલોક બ્રહ્માંડ- (Universe) પાંચ દ્રવ્યો અર્થાત પાંચ અસ્તિકાય (અસ્તિ=પ્રદેશ અને કાય-સમૂહ)નું બનેલ છે. આ પાંચ અસ્તિકાય (૧) આકાશાસ્તિકાય (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય છે. એમાં ય જે કાંઈ વિશ્વનિર્માણ અર્થાત્ વિશ્વરમત છે તે તો કેવલ પગલાસ્તિકાય અને જીવાસ્તિકાયની જ છે.
આખાય ચૌદરાજલોકની જીવ-અજીવ, નિત્ય-અનિત્ય, વિનાશી-અવિનાશી, રૂપી-અરૂપી, તથા દૈત-અદ્વૈતમાં જેમ વહેંચણી થઈ શકે છે તેમ સઘળાય જીવની બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારમાં વહેંચણી થઈ શકે છે.
એક માત્ર સંસારી જીવ સિવાય ચૌદ રાજલોકમાં બધાંય દ્રવ્યો નિયમ પ્રમાણે કાર્ય કરે છે. માટે જ જીવને નિયમમાં લાવવા સંયમની આવશ્યકતા છે. તેથી જ આચારાંગસૂત્ર-નિયમસાર જેવા ગ્રંથોનું પૂર્વાચાર્યોએ નિર્માણ કર્યું છે.
કસ્તુરી મૃગ પોતાની સુગંધને બહાર શોધતો ફરે છે, એ પ્રમાણે જે જીવ પોતામાંથી નીકળતા પોતાના સુખને બહાર શોધતો ફરે છે અને પુદ્ગલમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ સ્થાપી એમાંથી જ સુખ મળે છે, એવી ભ્રાંતિમાં જે રાચે છે તે જીવ બહિરાત્મા છે.
આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો બહિરાતમ અધરૂપ સુજ્ઞાની.... સુમતિનાથ ભગવાનની સ્તવનની આ કડી દ્વારા શ્રી આનંદ ધનજી મહારાજે આ જ વાત કહી છે.
આવા બહિર્મુખી જીવો પુદ્ગલાભિનંદી એટલે કે ભૌતિકવાદી કહેવાય છે. જેઓ કેવળ દેહભાવથી જીવનારા દેહાધ્યાસમાં જ રાચનારા હોય છે તથા મનથી શરીરને જ જોનારા અને સર્વસ્વ માનનારા હોય છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો તેઓ પહેલાં ગુણસ્થાનકના મિથ્યાદષ્ટિ અજ્ઞજનો છે. તેઓ શરીર સહિત શરીરના કામમાં આવતી સઘળી બાહ્ય સામગ્રીને પોતાના સર્વસ્વરૂપે માને છે, અને રાગભાવે વર્તે છે, જેમાંથી જ બધા દોષોની ઉત્પત્તિ થાય છે, જેને અધર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org