________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
૩૧ ગુણસ્થાનક કહે છે. ત્યાં અયોગી કહેતાં યોગ અભાવ નથી હોતો પરંતુ યોગવ્યાપાર એટલે કે યોગક્રિયા અભાવ હોય છે. સદંતર અક્રિય યોગી હોય છે. એના અંતે દેહત્યાગ કરી તેઓ વિદેહી અવસ્થામાંથી અદેહી અવસ્થામાં ચાલી કૃતકૃત્ય થઈ સિદ્ધ પરમાત્મા બની જાય છે.
આવી આ પરમાત્મા-સિદ્ધાત્મા થવાની સાધના જે જીવો અંતરમુખી થઈને કરે છે તે સહુ અંતરાત્મા છે. આ અંતરમુખી બનેલ સાધક આત્મ સાધનાના-ગુણસ્થાનકના ક્રમમાં ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકની અંદર હોય છે. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાકની દશા :
બહિર્મુખી જીવ, અંતરમુખી જીવ બનતા પૂર્વે પોતાના તામસભાવ અર્થાત્ દુષ્ટભાવ ત્યજી રાજસભાવમાં આવે છે. જ્યાં દુર્જનતા નથી હોતી પણ વિલાસીતા અને ભોગવૃત્તિ હોય છે. તામસભાવમાં દુર્જનતા હોય છે. લૂંટી ખાવાની વૃત્તિ હોય છે. એમાં “મારું” એ તો “મારું જ ના ભાવની સાથે “તારું એ પણ “મારું નો ભાવ હોય છે.
જ્યારે રાજસભાવમાં “તારું ભલે “તારું રહ્યું-તારું' મારે ન જોઈએ પણ “મારું એ “મારું” છે. હું એનો હકદાર છું અને એનો ભોગવટો હું કરીશ. આવા આ તામસ અને રાજસભાવ દુર્ભાવ છે.
એમાંથી બહાર નીકળી આત્મા બીજાનો પણ વિચાર કરતો થાય છે. અન્યના દુ:ખનો પણ ખ્યાલ કરે છે અને ત્યારે પોતાના હકનો પણ બીજાના દુઃખ દૂર કરવા અને બીજાને સુખી કરવા ત્યાગ કરે છે, જે જીવનો સાત્ત્વિક ભાવ છે. એ ભાવમાં “તારું' તો “તારું જ છે પણ “મારું જે છે એનો ખપ હોય તો જા લઈ જા એ “તારું જ છે, એવી ત્યાગવૃત્તિ હોય છે.
આવો આ સાત્ત્વિક ભાવ તામસ અને રાજસને દબાવે છે અને છેવટે એનો નાશ કરે છે. છતાં એ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. ત્યાં કષાયોની મંદતા હોય છે. જેને લઈને તેને મંદ મિથ્યાત્વ કહે છે. અહીં દોષ પ્રતિ દોષ દૃષ્ટિ હોય છે અને ગુણનો ખપ હોય છે. દયા, દાન, સેવા, પરોપકાર, ત્યાગ, અહિંસા, ક્ષમા, સંતોષ, સહિષ્ણુતાના ગુણો હોય છે. ત્યાં તેજો, પદ્મ અને શુકલ રૂ૫ શુભ લેશ્યા હોય છે.
લેશ્યા એટલે આત્માના અધ્યવસાયના સારા નરસા રંગ. જેમ પુદ્ગલના સારા નરસા રંગ હોય છે એમ અધ્યવસાયના-ભાવના પણ રંગ હોય છે જે આજનું વિજ્ઞાન પણ માન્ય રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org