________________
૧૯૮
સૈકાલિક આત્મવિજ્ઞાન વ્યવહારિક કાર્ય પૂર્ણ થયેલ દેખાતા કાર્યની પારમાર્થિક પૂર્ણતા નથી. એ કાર્ય વળી તેના પછીના કાર્યનું કારણ બની રહે છે. કાર્યકારણની પરંપરા વ્યવહારમાં સતત ચાલુ રહે છે, જ્યાં કાર્યની પરંપરા છે ત્યાં કાર્યસિદ્ધિ નથી, એ અંતિમકાર્ય નથી. ત્યાં કૃતકૃત્યતા નથી. અંતિમકાર્ય તો તે કાર્યને કહેવાય કે જે કર્યા બાદ કાંઈ કરવાપણું ન હોય, કે થવા પણું યા હોવાપણું ન હોય. એવી આત્યંતિક-અંતિમ ફલશ્રુતિ કૃતકૃતયા અર્થાત પારમાર્થિક કાર્યસિદ્ધિ કેવલ મોક્ષમાર્ગમાં જ શક્ય છે કે જ્યાં મુક્ત થઈ, સિદ્ધ થયા બાદ પછી કાંઈ સિદ્ધ કરવાનું રહેતું નથી. એને આગળ કાંઈ કરવાપણું, થવાપણું કે હોવાપણું બાકી બચતું નથી. માટે જ પારમાર્થિક એવંભૂતનય માત્ર મોક્ષમાર્ગમાં જ ઘટે છે.
જીવનવ્યવહારમાં તો એક વ્યકિતનો એવંભૂતનય બીજી વ્યકિતનો નૈગમન પણ હોઈ શકે છે. જેમ કે એક વ્યક્તિ બીજી ખેડૂત વ્યક્તિને કપાસિયા વેચે છે. કપાસિયા વેચનાર વ્યક્તિને તો એના કપાસિયાના પૈસા અંતિમ કાર્યરૂપ મળી ગયા એટલે એના સંબંધે એને એ એવંભૂતનય થયો. જ્યારે કપાસિયા ખરીદનાર ખેડૂતને માટે તો કપાસિયાની ખરીદી એ નૈગમન થયો. કેમકે ખરીદેલા કપાસિયાનું બીજ રૂપે વાવેતર આદિ આગળનાં કાર્યો બાકી રહ્યાં.
એ જ પ્રમાણે ચાંદીના સટ્ટામાં સટોડિયાને ચાંદીની ખરીદી અને વેચાણ કરતાં નફાનો આંકડો નિશ્ચિત થઈ ગયો; પણ એવંભૂતનય અનુસાર વલણ પતે અને નફાની રકમ હાથમાં આવે નહિ ત્યાં સુધી નફો કર્યો કહેવાય નહિ, કેમ કે કંઈક વલણ અદ્ધર થઈ ગયાના દાખલા આપણા જીવનવ્યવહારમાં જોઈએ છીએ. ' અરે ! મંડપે આવેલી જાન કન્યાને લઈને વિદાય થાય નહિ ત્યાં સુધી એવંભૂતનય અનુસાર લગ્નપ્રસંગ રંગચંગે પાર પડી ગયો કહેવાય નહિ; કેમકે વિરકન્યા ઉભય પક્ષે વ્યવહારવાંધા ઊભા થતાં તોરણે આવેલી જાન પાછી ગયાનાં કેટલાંય દૃષ્ટાંતો મોજૂદ છે. આ બધાં ઉદાહરણો આપણા જીવન વ્યવહારમાં પણ એવંભૂતનયને જાણતા ન હોવા છતાંય તે એવંભૂતનય કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું સૂચન કરે છે.
સાત નયોમાંના પ્રથમ ત્રણ નગમ-સંગ્રહ-વ્યવહાર નો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની અપેક્ષાએ તથા શક્યતાઓ અને સંભાવનાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org