________________
૧૦૩
પંચાચારની વિશિષ્ટતા સુખ સાચું ન હોય અને તો તે મારું ક્યાંથી હોય? આહાર ત્યાગ એ તપાચારનો સંકલ્પ છે. તપાચારની શરૂઆત નવકારશીથી છે અને પૂર્ણાહૂતિ અનશનથી છે અને તેના ફળસ્વરૂપે પરાકાષ્ઠામાં અણાહારી પદ અર્થાત્ પૂર્ણકામ અવસ્થા, પૂર્ણ તૃપ્તાવસ્થાની પ્રાપ્તિ થવી તે શિખર છે.
તપાચાર એટલે ઇચ્છા નિરોધ, નહિ કે તપ એટલે નિરોધ તપ એ જીવનું લક્ષણ છે. એટલે કે જીવની શક્તિ છે અને તેથી તપનો અર્થ ઇચ્છા નિરોધ નહિ ઘટી શકે. હા ! તપાચાર એટલે ઇચ્છા નિરોધ કહી શકાય.
વર્તમાનકાળની પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ જેનું પરિણામ દુઃખ હોય, પરંતુ ભૂતકાળમાં કરેલ દુષ્કતના પરિણામ રૂપે આવનારાં દુઃખોને સ્વેચ્છાએ આવકારવા તે પરિષહ છે, અને ઉપસર્ગ છે. પરિષહ સ્વયં ઊભાં કરેલાં કષ્ટ હોય છે. જ્યારે ઉપસર્ગ એ પર નૈમિત્તિક આવનારાં કષ્ટ હોય છે. દુઃખ શરીરથી શરીરને વેચવાનું છે. અશરીરી દુઃખ વેદતાં નથી. સુખ દેહજન્ય અને આત્મજન્ય એમ ઉભય છે. -
દુઃખને આમંત્રણ આપવું પણ દેહ-આત્માની ભિન્નતાના ભેદજ્ઞાનથી આવેલા દુઃખનો સ્વીકાર નહિ કરવો. અર્થાત્ દેહ ભલે દુઃખ વેદે પણ મન તો તેવે સમયે સુખ જ વેદતું હોય. આવું ત્યારે જ બને જ્યારે દેહભાવ અને દેહભાન જતાં રહ્યાં હોય. દેહાભિમાન હશે, દેહાધ્યાસ હશે તો દુઃખનું વેદન પણ મન કરશે અને ત્યારે તે દુઃખનો સ્વીકાર થયેલો ગણાશે. દેહ ભલે દુઃખી હોય, આત્મા તો સુખમાં જ રહેવો જોઈએ. આમ દુઃખને સુખમાં પરિણમાવતાં થઈશું, દુઃખથી પર થઈશું ત્યારે જ કેવલજ્ઞાન થશે. આવી દશા, બાહ્ય પંચાચારના પાલનના અભ્યાસથી અને અત્યંતર દશા આવેથી થાય છે.
શરીરને જોઈએ-જરૂર હોય તેથી ઓછું આપવું તેનું નામ તપાચાર, ઈન્દ્રિયોનું દમન કરવું તેનું નામ પણ તપાચાર. આમ કરવાથી અવ્યવસ્થા થાય ત્યારે મન અસ્વસ્થ ન થતાં સ્વરૂપ રમણતા કરે અને સંયમ જળવાય તો તે તપ. કાયા દ્વારા તપ, ઉપવાસ આદિ આદર્યા બાદ મનથી ખાસવિશેષ સંયમ કરી સ્વરૂપ વિચારણા કરવી, તે મનનો તપ કર્યો કહેવાય. આમાં શરીરનું ભેદ જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જોઈએ. માત્ર શરીરથી સાધના નથી થતી, વિશેષે તો મનનો સંયમ કેળવવાનો છે. એમ કરીશું તો જ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org