________________
અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ
સાધના તો ઉપયોગથી ઉપયોગને પૂર્ણતાએ શુદ્ધ કરવા રૂપ છે.
કરણથી ક્રિયા યથાશક્તિ અભ્યાસ વડે થાય છે. જેમાં જબરજસ્તી કરવાની નથી હોતી. જ્યારે ઉપયોગથી ઉપયોગની ક્રિયા કરવામાં (Compulsionફરજિયાત) અનિવાર્યતા હોવી જોઈએ. જે ક્રિયા અનિવાર્યપણે ફરજિયાત કરવી જોઈએ તે વિષે આપણું કોઈ ધ્યાન નથી એ મોટા દુર્ભાગ્યની વાત છે.
મોક્ષમાર્ગના ત્રણ તબક્કા છે. જેમાં પ્રથમ નિરૂપાધિક જીવન છે. જેમાં કરણની (મન-વચન-કાયયોગની) શુદ્ધિ સંયમ અને તપથી છે, જે અષ્ટાંગયોગના યમ-નિયમ છે. એ બાહ્ય દ્રવ્યક્રિયા છે જેમાં ઉપકરણની પ્રાધાન્યતા છે.
બીજા તબક્કામાં આશય અને લક્ષ્ય શુદ્ધિ હોય છે, જે યોગથી ઉપયોગની શુદ્ધિની પ્રક્રિયા છે. જેમાં આસન, પ્રાણાયમ અને પ્રત્યાહારનો સમાવેશ થાય છે. એમાં કરણની પ્રાધાન્યતા છે.
જ્યારે અંતિમ ત્રીજા તબક્કામાં નિર્વિકલ્પ જીવન આવે છે. જે ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવાની પ્રક્રિયા છે. જેમાં ધારણા-ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. એ ભાવ અંતરક્રિયા છે. એમાં અંતઃકરણની પ્રાધાન્યતા છે.
ઉપયોગ વડે અધિકરણનું સેવન એ ઉપાધિમય જીવન છે. જે મનવચન-કાયાના યોગ અર્થાત્ કરણ વડે જીવાતું વિલાસી ભોગ જીવન છે અને તે અપવિત્ર ઉપાધિમય જીવન છે.
૧૭
ઉપયોગ વડે ઉપકરણ સેવીને જીવાતું જીવન નિર્દોષ જીવન છે. તે અર્થ-કામ રહિત ધર્મજીવન છે. ઉપકરણ સહિતનું અને અધિકરણ રહિતનું કરણ એ વ્યવહાર મોક્ષ માર્ગ અંતઃકરણથી છે. અધિકરણ વડે કરણની સ્થાપના એટલે સંસારની સ્થાપના, અને ઉપકરણ વડે મોક્ષમાર્ગની સ્થાપના. છતાં કાયયોગ આશ્રિત બાહ્ય સંયમ અને તપને, ઉપયોગથી થતી ઉપયોગની શુદ્ધિની સાધના તુલ્ય ન અંકાય. કારણ કે તેમાં જડ-ચેતનનો ભેદ છે છતાં તેને અનુકૂળ સાધન કહેવાય, અનુરૂપ સાધન ન કહેવાય. ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવી એ શ્રેષ્ઠ સાધના છે, ઉપયોગનું અભેદ આધાર સ્થાન આત્મપ્રદેશો છે, નહિ કે પુદ્ગલના બનેલ કરણ-ઉપકરણ ને અધિકરણરૂપ પદાર્થો કે સાધનો, ઉપયોગ વડે ઉપયોગમાં લીન બનીએ તો નિર્વિકલ્પ બનાય. જે ઉપયોગની પરમ શુદ્ધ નિરાવરણ અવસ્થા છે તે પૂર્ણાવસ્થા છે, અને એ કેવલજ્ઞાનનું પ્રાગટ્ય છે. માત્ર ઉપકરણ અને કરણની સાધના જે અધ્યાત્મરૂપ માનીને અટકે છે તે મોક્ષને પ્રાપ્ત નથી કરતાં.
S-2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org