________________
૧૩૦
વૈકાલિક આત્મવિજ્ઞાન ઉદાહરણ તરીકે કોઈ દેવદેવીના મંત્રની આરાધના સાધના કરનાર જો સ્વયં તે દેવ કે દેવીના પદની વાંછના રાખે, તો કાંઈ એવું ન બને કે તે દેવ-દેવી પદગ્રુત થઈ એમની ગાદી, એમનું પદ સાધકને આપી દે, ઊલટા તેવી માગણી કરનાર ઉપર તે કોપાયમાન થાય. જ્યારે અરિહંત અને સિદ્ધ પદનો આરાધક અરિહંત અને સિદ્ધ પદની માંગણી કરી શકે, અને તે પદ સાધકને પ્રાપ્ત પણ થાય. નવપદજીની ઓળીમાં પ્રત્યેક પદના દુહામાં આ જ પ્રકારની માંગ આવે છે.
અરિહંત પદ ધ્યાતો થકી, દબૃહ ગુણ પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો, ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે. વીર. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે- વીર. તપ સજજાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગદ્યાતા રે- વીર. અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આત્મા, શું મુંડે શું લોચે રે. - વીર. શમ સંવેગાદિક ગુણો, ક્ષય ઉપશમ તસ થાય રે; દર્શન તેથી જ આત્મા, શું હોય નામ ધરાવે રે; -વીર. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે. તો હૂએ એહીજ આતમાં, જ્ઞાને અબોધતા જાય રે- વીર. જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવી ભમતો રે. - વીર. ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહીજ આતમા, વર્ત નિજ ગુણ ભોગે રે, - વીર.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org