________________
૧૭૬
સૈકાલિક આત્મવિજ્ઞાન આ રીતે જ્ઞાનના મુખ્ય ત્રણ ભેદ છેઃ સાવરણ-નિરાવરણ, ક્રમિક અક્રમિક અને પૂર્ણ-અપૂર્ણ. તેમાં પૂર્ણ અક્રમિક, નિરાવરણ જ્ઞાન કેવલજ્ઞાન છે. સયોગી કેવલી ભગવંતનો વચનયોગ પણ ક્રમિક છે, અને છબસ્થનો વચન યોગ પણ ક્રમિક છે. કારણ કે પુદ્ગલ દ્રવ્યનું પર્યાય સ્વરૂપ ક્રમિક જ હોય, સર્વજ્ઞા કે અસર્વજ્ઞ વ્યક્તિ પુદ્ગલ સાથે ભળીને ક્રિયા કરે અગર ક્રિયા થાય તો તે ક્રમિક જ હોય. પરંતુ જ્ઞાનમાં એ ભેદ છે, કે સર્વજ્ઞનો ઉપયોગ અક્રમિક હોય અને વચનયોગ ક્રમિક હોય. જ્યારે અસર્વજ્ઞ છદ્મસ્થનો ઉપયોગ પણ ક્રમિક હોય અને વચનયોગ તો ક્રમિક હોય જ. તેથી ચોથા ભાંગા “સ્યાદ્ અવકતવ્યનો લક્ષ્ય અર્થ એ કરાવવાનો છે કે વકતવ્યનું મૂળ જે ઉપયોગ છે, તે ક્રમિક અને અક્રમિક એમ બે પ્રકારે છે. આમ પછીના ચાર ભાંગા લક્ષ્ય અર્થથી જ્ઞાનની દશાનું સ્વરૂપ સમજાવે છે, અને તેમાં પણ કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું અક્રમિક છે તે લક્ષમાં લેવું એ ઉદેશ છે. તેથી છાબસ્થિક જ્ઞાનને સ્યાદ્ અવકતવ્યાદિ ચાર ભાંગા લાગુ પડે. પરંતુ કેવલજ્ઞાનને લાગુ નહિ પડે.
જે શેય પદાર્થો છે તે ક્રમિક છે કે અક્રમિક તે વિચારવાનું છે. ઉત્પાદવ્યય, હાનિ-વૃદ્ધિવાળું છે તે ક્રમિક છે. પુદ્ગલદ્રવ્ય અને સંસારી જીવોની અવસ્થા ક્રમિક છે.
જીવની માંગ અવિનાશી આનંદની છે, જે કેવલજ્ઞાન આપી શકે છે અર્થાત્ અક્રમિક જ્ઞાન આપી શકે છે. જ્ઞાનની પૂર્ણતામાં પૂર્ણ સુખ મળે, અક્રમિક જ્ઞાન એ જ્ઞાનની પૂર્ણતા છે. અક્રમિક એવા પૂર્ણ જ્ઞાનનું લક્ષ્ય કરવા માટે ભગવંતે સ્યાદ્વાદ સપ્તભંગિ આપેલ છે.
જો આ જગતમાં એક જ દ્રવ્ય સર્વ કાર્ય (બધાં દ્રવ્યોનું બધું કાર્ય) - કરી શકતું હોત તો સ્યાદ્ તત્ત્વ ન હોત.
જો આ જગતમાં એકથી અધિક દ્રવ્ય ન હોત તો અપેક્ષા ન હોત અને તેથી સાપેક્ષવાદ ન હોત.
જો આ જગતમાં એક જ દ્રવ્યમાં એકથી અધિક ગુણધર્મ ન હોત તો અનેકાન્તવાદ ન હોત.
છતાંય પાછું સ્યાદ્દનું મૂળ તો અસ્યાદ્ છે, સાપેક્ષનું મૂળ નિરપેક્ષ છે. અને અનેકાન્તનું મૂળ એકાન્ત છે.
પૂર્ણની હાજરીમાં અપૂર્ણ કદી ન રહે, અને અપૂર્ણની હાજરીમાં પૂર્ણ કદી ન રહે. પૂર્ણ અને અપૂર્ણ બંને સાથે કદી ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org