________________
૨૦૦
વૈકાલિક આત્મવિજ્ઞાન પરમાત્મ વ્યક્તિ કે પરમાત્મ તત્ત્વ-પરમાત્મ સ્વરૂપને માનતો નથી પરંતુ પરમાત્મ વ્યક્તિ જેવી નિત્યાવસ્થા-પરમભાવની માંગ તો રાખે જ છે. આ જ જીવનું અજ્ઞાન છે અને મોહ કહો કે મૂઢતા (મૂર્ખતા) તે છે જે જીવનો રાગ છે.
જ્યાં રાગ પડ્યો છે, જ્યાં ઊંધો રાગ પડ્યો છે ત્યાં વૈરાગ્ય કરવાનો છે. જે વસ્તુ અનિત્ય છે, બંધનરૂપ છે અને બંધન વડે દુઃખ છે ત્યાં વૈરાગ્ય કરવાનો છે, અને નહિ કે દેવ ગુરુધર્મ પ્રત્યે. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગ હોય તો તે પ્રીતિને ભક્તિ કહેવાય. દેવ-ગુરુ-ધર્મના સંબંધથી-સંગથી કોઈ ભોગસુખ વૃત્તિ જાગૃત થતી નથી અને ત્યાં ભોગસુખ તૃપ્તિ છે નહિ માટે તે દેવગુરુ ધર્મ પ્રતિની જે ભાવના છે તે ભક્તિ કે અનુરાગ કહેવાય.
આસક્તિ છે ત્યાં રાગ છે-આ રાગને વૈરાગ્યથી કાઢી વીતરાગ થવાનું છે. વીતરાગતા સાધ્ય છે અને વૈરાગ્ય સાધન છે જ્યારે રાગ એ આત્માના મૂળ વીતરાગ સ્વભાવની વિકૃતિ છે.
વિનાશી પદાર્થમાં અવિનાશીની બુદ્ધિ કરીએ તેટલી મૂઢતા અને તેટલો રાગ. વિનાશી પદાર્થ પ્રતિ વિનાશી બુદ્ધિ સાચી ત્યારે કહેવાય જ્યારે વિનાશી પદાર્થ પ્રતિ વૈરાગ્ય થાય અને અરુચિ થાય. અરુચિ કરીએ તે સાચી ત્યારે કે જ્યારે જેના પ્રતિ અરુચિ થઈ હોય, એ વિનાશી પદાર્થની ઉત્પત્તિને બંધ કરીએ એટલે કે આરંભને બંધ કરીએ પછી આરંભ દ્વારા જે પરિગ્રહ ઊભો કર્યો હોય એનું દાન કરીએ અને જે કાંઈ થોડું આવશ્યક રાખીએ તેનો ઉપયોગ ભોગ માટે નહિ પણ યોગ માટે વૈરાગ્યપૂર્વક કરીએ. આ પ્રમાણેનો મોક્ષપ્રાપ્તિની સાધનાનો ક્રમ છે.
રાગ છૂટી ગયો અને વૈરાગ્ય થઈ ગયો તેટલા માત્રથી વાત પતી જતી નથી. વિનાશી પ્રતિ અરુચિ થઈ પણ અવિનાશીની પ્રાપ્તિ અવિનાશી વ્યક્તિની પ્રીતિ-સ્મૃતિ એને ભક્તિ વિના શક્ય નથી. વૈરાગ્યની સાથે સાથે અવિનાશી પદનું લક્ષ્ય રાખવાનું છે અને અવિનાશી એવી વ્યક્તિના શરણે જઈ તેના આદરસત્કાર-સન્માન-બહુમાન ભક્તિ કરવાના છે. એને સર્વસ્વ ગણી એમાં ઓતપ્રોત થઈ જવાનું છે. અવિનાશી વ્યક્તિને પકડયા સિવાય અવિનાશી અર્થાત્ સ્વરૂપની વાત કે પ્રાપ્તિ થઈ શકતી નથી.
અવિનાશી વ્યક્તિને પકડવી તે ભક્તિયોગ છે જ્યારે સ્વરૂપપદનું જે લક્ષ્ય છે તે જ્ઞાનયોગ છે અને વિનાશી પ્રતિની અરુચિ વૈરાગ્ય ભાવના છે, એ ત્યાગપૂર્વક કર્મયોગ છે. આ ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એ ત્રણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org