SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન ત્યારબાદ આવશે કાળ અને ભાવની ચિંતવના. મારો સ્વકાળ શું ? અને મારો સ્વભાવ શું ? કાળ અને સ્વભાવના બે ભેદ પડશે, વ્યવહાર કાળ અને વ્યવહાર ભાવ તથા નિશ્ચયકાળ અને નિશ્ચય ભાવ. નિશ્ચય કાળ અને નિશ્ચયભાવ બે જુદાં નથી. બંને એક જ છે. વ્યવહારના કાળમાં ચિંતવવું મારો ક્યો કાળ ચાલે છે ? પુણ્યનો ઉદય છે. તો તો પુણ્યોદયનો કાળ છે જેમાં ધર્મ અને ધર્મસામગ્રી તથા ધર્મરૂચિ મળેલ છે, જેના ટેકા વડે એવી ભાવના ભાવું, એવાં સ્વરૂપ ભાવમાં રમું, સ્વરૂપ રમમાણ થઈ જાઉં કે ભાવ પણ ચાલ્યો જાય અને સ્વભાવમાં આવી જાઉં, નિજાનંદીમાંથી સહજાનંદી બનું, કાળ અને ભાવને અભેદ કરી દઉં. કાળ મારો કોળિયો કરી જાય તે પહેલાં કાળનો હું કોળિયો કરી જાઉં અને કાળને મારા ભાવમાં ભેળવી દઉં. જેથી હું સ્વયં મારા ભાવ વડે મારા સ્વભાવમાં આવી જાઉં. - ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy