________________
દ્રવ્ય-કોત્ર-કાળ-ભાવ
૬૧
હોય તો સો ના નવાણું કે એકસો એક ન થાય તેવું અસંખની સંખ્યાનું અખંડત્વ છે.) વળી આ અસંખ્ય આત્મપ્રદેશ એકમેક સાથે અનાદિ-અનંત સંલગ્ન રહે છે, એ સંલગ્ન અખંડત્વ છે, એક લાડુના બે ટૂકડા કરે તો તેનું સંલગ્નત્વ તૂટી જાય છે. અને ક્ષેત્ર ભેદ થાય છે.
પરંતુ આત્મપ્રદેશ વિષે એવું ક્યારેય બનતું નથી. માટે જ આત્માને અજન્મા કહ્યો છે, અમર કહ્યો છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય પરમાણુનો અંધ બને છે અને વિખરાઈને અણુ અણુમાં પરિવર્તન પામે છે. આ રીતે આત્મ પ્રદેશપિંડ (આત્મા) અને પુદ્ગલ અણુપિંડ (દહાદિપોદ્ગલિક પદાર્થ)નો મહાન તફાવત છે. જીવના દેહપ્રમાણ અનુસાર આત્મપ્રદેશનો સંકોચ વિસ્તાર થાય છે, પણ સંખ્યા અખંડત્વ અને સંલગ્ન અખંડત્વ અનાદિ અનંત એવું ને એવું રહે છે. પરંતુ આત્મા (જીવ) જ્યારે શુદ્ધાત્મા, પરમાત્મા, સિદ્ધાત્મા બને છે ત્યારે તે આત્મપ્રદેશો સિદ્ધાત્મા બનવા પૂર્વેના ચરમ દેહપ્રમાણના ૨/૩ ભાગ જેટલાં કદ અને હદ તથા આકારમાં સંકોચાઈ જઈ દેહના ૧/૩ ભાગમાં અવકાશ હોય છે, એટલે તેટલો સંકોચ થઈ આત્મપ્રદેશો ૨/૩ ભાગ ઘન ચરમ દેહ પ્રમાણ રહે છે.
મુક્તિનિલય સિદ્ધ શીલા ઉપર લોકોગ્રે સદા સર્વદા-સાદિ-અનંત કાળ સુધી કશાય સંકોચ વિસ્તાર વિના તેમ જ તસુભારના પણ લેત્રાંતર કે કંપન વિનાની પરમ સ્થિરાવસ્થામાં રહે છે. આવાં આ આત્મપ્રદેશ સંસારી જીવોને દેહાકારે દેહપ્રમાણ રહેલાં છે. તે દેહ આત્મપ્રદેશ જીવનું સ્વક્ષેત્ર કહેવાય. તે જ પ્રમાણે અગાઉ જોઈ ગયા મુજબ ક્યાં ? પ્રશ્નના ઉત્તરમાં પર ક્ષેત્ર એટલે કે આકાશક્ષેત્ર (Location) આવે.
કાળ :
દ્રવ્ય અને ક્ષેત્ર પછીના ત્રીજા અને ચોછા ક્રમાંકમાં કાળ અને ભાવ આવે છે. વ્યવહારમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બોલાય છે. અર્થાત ત્રીજા ક્રમે કાળ અને ચોથા ક્રમે ભાવ એમ બોલાય છે. વાસ્તવિક પ્રક્રિયા પ્રમાણે પહેલાં ભાવ અને પછી કાળ લેવાનો છે. વ્યવહારમાં કાળને ભાવ પહેલાં મૂકવાનું કારણ એ છે કે જીવને અનિત્યતા, નિત્યતાના ભ્રમ રૂપે પરિણમેલ છે. બાકી તો કોઈપણ કરાતી ક્રિયામાં કે કાર્યમાં જો રસ, રુચિ લાગણી, ભાવ હોય છે તો તે ક્રિયામાં કે કાર્યમાં કંટાળો આવતો નથી કે થાકોડો લાગતો નથી. દીર્ધ એવો કાળ પણ ચપટી વગાડતાં ક્ષણમાત્રમાં પૂરો થયેલ જણાય છે. એ આપણા સહુના સ્વાનુભવની વાત છે. સામાન્યતઃ સ્વાનુભવ એવો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org