________________
૧૨૨
વૈકાલિક આત્મવિજ્ઞાન
એટલે કે ઇચ્છાનિરોધ અર્થાત્ તલપ (ઇચ્છા-તલસાટ) ઉપર તપ ક્રિયા દ્વારા વિજય અને અંતે પૂર્ણકામ તૃપ્તદશા જે તપ છે.
સંસારમાં રાગી આત્માને કામી કહેવાય છે જે બાધક ભાવ છે. વૈરાગી આત્માને નિષ્કામ કહેવાય છે જે સાધક ભાવ છે, અને વીતરાગીને પૂર્ણકામ કહેવાય છે જે સિદ્ધિ છે.
નકારાત્મકવૃત્તિ જે શુભાશુભ પુણ્યપાપના ઉદયને અસ(નાશવંત) ગણવારૂપ વૃત્તિ છે તે તપ છે અને તેમાંથી ઉદ્ભવતી તૃપ્તિ છે તે નિરિહિભાવ છે. જે નિર્વિકલ્પ ભાવ છે.
એટલે કે પોતાના આત્માના પ્રદેશથી અભેદ એવાં ચાર અઘાતીકર્મ, ઔદારિક શરીર અને બાકીના ક્ષેત્રભેદથી સર્વ બાહ્ય પદાર્થોના એકસરખા જ્ઞાતા દૃષ્ટા છે. અર્થાત્ તેમાં કોઈ રાગ-દ્વેષ, હેતુ કે પ્રયોજન છે નહિ તે તેમનો પૂર્ણ જ્ઞાતા દૃષ્ટા ભાવ છે.
આ પ્રમાણે ‘અરહ’ શબ્દનું અદ્ભુત આયોજન રહસ્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે મહાદેવ વીતરાગ સ્તોત્ર દ્વારા સમજાવ્યું છે કે ‘અરહન્’ શબ્દમાં ‘જ્ઞાન’, ‘દર્શન’, ‘ચારિત્ર’ અને ‘તપ’ સંકલિત થયેલ છે કે જે પાછા આત્માના સ્વરૂપગુણ છે.
અરિહંત અર્થાત્ અરહન ત્રૈલોક્ય પૂજ્ય હોવાથી ‘અર્હ’ તરીકે પણ ઓળખાય `છે. સંસ્કૃત ભાષામાં ‘અરહ’ ધાતુનો અર્થ પૂજવાને યોગ્ય છે. આ ‘અર્હ’ શબ્દનું આયોજન પણ ખૂબ સુંદર અને રહસ્યમય છે. ‘અર્હ' શબ્દમાં ‘રામ (આત્મા) શબ્દનો સમાવેશ થઈ જવા ઉપરાંત વધારામાં ‘હ’ અક્ષર જોડાયેલ છે જે મહાપ્રમાણ (Aspirate) છે જે હૃદયમાંથી ઊઠે છે (ઉચ્ચારાય છે). વળી તે સ્વર અને વ્યંજનનો સત્તાધીશ છે. ઉપરાંત ‘અ' જેમ બારાખડી વર્ણમાળાનો આદ્યાક્ષર છે તેમ ‘હ’ એ અંત્યાક્ષર છે. આમ આઘાંતાભ્યામ્ ન્યાયે આદિ અને અંતે આવી ગયા હોય એટલે સર્વ મધ્યના અક્ષરો એમાં સમન્વિત થઈ ગયા છે એમ કહેવાય એટલે જ ઋષિમંડલ-સ્તોત્રનો શ્લોક છે કે... ‘આËતાક્ષર સંલક્ષ્ય-મક્ષરવ્યાપ્ય યતસ્થિતમ્; અગ્નિ જ્વાલાસમં નાદ, બિંદુ રેખા સમન્વિતમ્'
એટલું જ નહિ પણ ‘ય’ જેમ વાયુતત્ત્વ છે. ‘વ' જેમ જલતત્ત્વ છે, ‘લ' જેમ પૃથ્વીતત્ત્વ છે, તેમ ‘હ’ એ આકાશતત્ત્વ છે અને ‘ર’ એ અગ્નિ તત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org