________________
સ્વરૂપમંત્ર
૧૨૩ “અ” અને “હ' ની વચ્ચે “ર' અક્ષર જે અગ્નિ તત્ત્વ છે તેને ગોઠવવાથી; “અ” અને “હ” અક્ષરના માથે “મ” ચઢી જે “અહ” શબ્દ બન્યો છે તે “અહં'ને ભસ્મીભૂત (બાળી નાખવાના) કરવાના સૂચનરૂપ છે. આવી રહસ્યમય “અહં' શબ્દની પણ શબ્દ વ્યુત્પત્તિ છે.
જગતમાં કોઈ ન હણાતું હોય તો તે અહન છે, અહમ્ સતત્ત્વ છે. અસત્ તત્ત્વ હોય તે જ હણાય, સત્ તત્ત્વ ક્યારેય હણાતું નથી. અહંમનો આશરો લેનારો અર્થાત્ સતતત્ત્વને આધાર લેનારો હણાતો નથી. જન્મ-મરણ જીવન હણે છે. જન્મ-મરણનો અંત અર્થાત્ ભવાંત કરનારા પરમાત્મા છે જે અહંમ છે.
પ્રથમ પાપપ્રવૃત્તિથી અટકી પાપવૃતિથી વિરમવાનું છે. જેના અંતે પાપપ્રકૃતિનો નાશ કરવાનો છે.
પાંચ મહાવ્રતના અંગીકારથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિના નાશની શરૂઆત થાય છે. પરંતુ પાપપ્રકૃત્તિ-ઘાતી કર્મનો નાશ તો નિર્વિકલ્પ ઉપયોગમાં રહેવાથી થાય છે માટે જ “સવ્વપાવપ્પણાસણો” એમ નવકારમંત્રમાં કહેલ છે. વળી પાપથી મુક્ત થવામાં મુક્તિ છે. પાપબંધ એ અધર્મ છે, તેથી જ અઢારે પ્રકારનાં પાપથી પાપસ્થાનકોથી વિરમવાનું છે.
પુણ્યબંધથી થતા પુણ્યોદયમાં સુખની ઇચ્છા, સુખની લાલસા, આસક્તિ અને મોહ હોય છે. માટે જ પુણ્યબંધનું લક્ષ્ય રાખવાનું નથી. દુઃખનો મોહ કોઈને નથી. માટે જ ખોટા સુખનો (પરાધીન સુખ) મોહ છોડી નિર્મોહી થવું તે ધર્મ છે. પુણ્યના બંધ અને પુણ્યના ઉદયનો ઉપયોગ પાપનાશ માટે કરવાનો છે, નહિ કે નવા પાપબંધ માટે પાપનાશથી મોક્ષ છે. માત્ર પુણ્યપ્રાપ્તિથી મોક્ષ નથી. હા ! પુણ્યપ્રાપ્તિથી દર્દ, દરિદ્રતા અને નર્ક તિર્યંચ ગતિ ટળે છે તેટલા પૂરતી પુણ્યની આવશ્યકતા. પાપનાશ અને મુક્તિપ્રાપ્તિના લક્ષ્ય જરૂરી ખરી. જીવ પાપબંધથી અટકે એટલે પુણ્યના આગમનનો સવાલ જ રહેતો નથી. શુભભાવથી બંધાતું પુણ્ય તે સમયે અમૃતરૂપ છે. અને દશ્યરૂપે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો કેવો ઉપયોગ કરે છે તે પ્રમાણે તે વિષ કે અમૃત બને છે. આથી જ ચૂલિકામાં “સવ્વપાવપ્પણાસણો” કહ્યું પણ પુણ્યનો કોઈ સંકેત ન કર્યો.
અરિહન્ત શબ્દનો લક્ષ્યાર્થ છે. “અભેદજ્ઞાન એટલે કે આત્માના ક્ષાયિક સ્વરૂપની પ્રાપ્તિ. જ્યારે શબ્દાર્થ છે ભેદજ્ઞાન અર્થાત્ આત્મા અને દેહ બે ભિન્ન છે. તે ક્ષીરનીર રૂપ થઈ ગયા છે. એને જુદા પાડવાનું જ્ઞાન તે ભેદજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org