________________
સૈકાલિક આત્મવિજ્ઞાન કર્મનું ફળ રોકડું - તે જ સમયે પ્રાપ્ત નથી થતું પરંતુ કાળાંતરે, બંધાયેલ કર્મ, સત્તામાં ગયેલ હોય તે ઉદયમાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે, જધન્યથી અંતર્મુહૂર્ત બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કડાકોડી સાગરોપમની પૂર્વ કર્મફળની પ્રાપ્તિ હોય છે.
ધર્મતત્ત્વ, ભાવતત્ત્વ, એકાંતે આત્મદ્રવ્ય છે. જ્યારે કર્મતત્ત્વ એકાંતે પુદ્ગલતત્ત્વ છે, પુદ્ગલદ્રવ્ય છે. કર્મના નાશથી તે જ સમયે કેવલજ્ઞાન નિરાવરણ થાય છે. અને એ જ સમયથી સ્વરૂપાનંદ-બ્રહ્માનંદ-આત્માનંદ-પૂર્ણાનંદ વેદાય છે. ધર્મતત્ત્વને નથી તો ભૂત કે નથી તો ભવિષ્ય. ભૂત અને ભવિષ્ય તો કર્મતત્ત્વ છે, કે જ્યાં પુદ્ગલના પર્યાયોના પરિવર્તનની આવશ્યકતા છે. ધર્મતત્ત્વમાં તો આત્માના અપ્રગટ અને સુષુપ્ત એવા પ્રાપ્ત ગુણોનું પ્રાદુર્ભાવ, પ્રગટીકરણ છે. ઉધાર એનું નામ કમી કર્મ ઉધાર છે. આજે રોકડું એનું નામ ધર્મ છે ! ધર્મનું ફળ ઉપર જણાવ્યું એમ રોકડું છે. કર્મનું ફળ એટલે દોષરહિતતા અને તનમનની દુઃખરહિતતા, કર્મબંધ નથી થતો અને સત્તામાં રહેલ કર્મોની સકામ નિર્જરા થાય છે. જ્ઞાનદશામાં વર્તવાથી કર્મના ઉદય માત્ર દશ્યરૂપ વર્તે છે. પરંતુ તેની લેશમાત્ર અસર થતી નથી.
દર્શનાવરણીય કર્મના ઉદય ટાણે નિદ્રા સમયે આઠે કર્મના ઉદયની લેશમાત્ર અસર જીવને થતી નથી. રોગ કે શાતાઅશાતા વેદનીયની પણ અસર થતી નથી. એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં જ્ઞાનદશામાં રહીને તન અને મનના દુઃખની લેશમાત્ર અસર ન લેતાં કર્મનો ઉદય નિર્જરી જાય છે. અને નવીન કર્મબંધ થતો નથી. આ જ્ઞાનદશા એ જ ધર્મનું રોકડું ફળ.
તીર્થકર ભગવંતો પણ દીક્ષા ગ્રહણ કરી જબરજસ્ત આત્મપુરુષાર્થ ફોરવતાં હોય છે. તેઓ ત્યારે ઉપસર્ગ વચ્ચે પણ સ્વરૂપભાવમાં રમણ કરતા હોય છે અને ત્યારે જ તેઓ સર્વ ઘાતકર્મરહિત થઈને કેવલજ્ઞાન પામે છે. તે જ પ્રમાણે આપણે પણ ભૂતકાળમાં ધર્મજનિત શુભભાવ-સમ્યગુભાવ કરેલ હોવાથી વર્તમાન અઘાતી કર્મની પુણ્યપ્રકૃતિ ઉદયમાં આવીને પુણ્યના સુખનાં સાધનો વચ્ચે બેસાડે છે. છતાં તેમાં મૂર્ણિત નહિ થઈ જતાં જાગૃત રહી સ્વયં સ્વરૂપભાવમાં રમણતા કરવાની છે. તેમ કરીશું તો જ સ્વરૂપની પૂર્ણતાની, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકીશું. એ ન ભૂલવું કે સમ્યગુભાવના પ્રતાપે પુણ્યબંધ થાય છે. પરંતુ પુણ્યબંધના ઉદયને આધીન સમ્યગુભાવ રહે જ એવું ન સમજવું.
કર્મનો ઉદય હોવા છતાં, તેમ જ કર્મો સત્તામાં બેઠાં હોવા છતાં આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org