________________
સ્વરૂપમંત્ર
૧૨૫ અગાઉ જોઈ ગયા તે મુજબ “હ” એ મહાપ્રાણ છે. જે હૃદયમાંથી ઉચ્ચારાય છે. તેમ મંત્રાક્ષર “હૂ” (અથવા હીં) હૃદયમાં શ્રદ્ધા અને લાગણી શુદ્ધ કરે છે-માયા બીજ છે જ્યારે ૐ બુદ્ધિ શુદ્ધ કરે છે જે મસ્તકમાંથી ઉચ્ચારાય છે અને તે મંત્રાલર પ્રણવબીજ છે. વળી આ ૐ માં પંચ પરમેષ્ઠિનો સમન્વય થયેલો છે જે નીચે પ્રમાણે છે.
સંસ્કૃત ભાષાના અક્ષર સંધિના નિયમ મુજબ અરિહંતનો “અ” અને અશરીરી કે સિદ્ધ ભગવંતનું મુખ્ય વિશેષણ છે તેનો “અ” મળી અ + આ = આ થાય છે. એમાં આચાર્ય શબ્દનો પહેલો અક્ષર “આ ભળવાથી આ + આ = આ એમાં ઉપાધ્યાય શબ્દનો પહેલો અક્ષર “ઉ” મળવાથી આ + ઉ = ઓ થાય છે. અને મુનિનો પહેલો અક્ષર “મ” જોડાવાથી ઓ + મ = ઓમ શબ્દ બને છે.
હવે પ્રશ્ન એ થાય કે પાંચમા સાધુ પદના સાધુ શબ્દનો “સા' અક્ષર ન લેતાં મુનિ શબ્દનો “મ” અક્ષર કેમ લેવામાં આવ્યો ? તેનું કારણ એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપી અષ્ટપ્રવચન માતાની આરાધનાનું અંતિમફળ જો કોઈ હોય તો તે મનનું મૌન છે અને મૌન એ અબોલ તત્ત્વ છે. એટલે આત્મા મૌનથી પણ પર છે તેથી “મુનિ' શબ્દ લક્ષ્ય અર્થથી બહુ મહત્ત્વનો હોઈ સાધુના સ્થાને અત્રે પ્રયોજ્યો છે અને સાધુને મુનિ તરીકે પણ ઓળખવામાં આવે જ છે.
લિપિભેદે “ઓમ બે પ્રકારે લખાય છે. “ૐ” આ “ઉ” નું બીજું રહસ્ય એ છે કે સચરાચર વિશ્વ-બ્રહ્માંડ અસીમ ગોળાકાર છે અને તેનું મૂળ એક બિંદુરૂપ આકાશપ્રદેશ પણ જે અવિભાજ્ય છે તે ગોળાકારે છે. આમ અંત્યસીમાંત અને અસીમ ઉભય ગોળાકારે રૂપનું ૐ લિપિમાં આલેખન થયેલ છે. * સ્વરૂપમંત્રથી સ્વરૂપપદે પહોંચેલ પરમાત્માને નમસ્કાર થાય છે જે નમસ્કારના ત્રણ ભેદ છે.
(૧) કાયયોગથી ચરણ, ઘૂંટણ, હસ્ત, નાસિકા અને મસ્તક એમ પાંચ અંગ ધરતી સરસા અડાડી થતો પંચાંગ પ્રણામ-નમસ્કાર.
(૨) વચનયોગથી પરમાત્મ ભગવંતની સ્તુતિ કરવા દ્વારા થતો નમસ્કાર.
(૩) અને મનોયોગથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં લીન થવા દ્વારા અતિ સૂક્ષ્મતાએ શૂન્ય બનવા દ્વારા થતો પ્રણિધાનરૂપ સર્વોત્કૃષ્ટ નમસ્કાર કે જે નમસ્કાર વિષે જ કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org