________________
કાળનો નિકાલ
૨૫૯ રહે છે. જ્યારે વર્તમાનકાળમાં થતાં ધર્મ-મોક્ષ પુરુષાર્થથી વર્તમાનકાળથી કાળનો
અંત આવે છે. “વર્તમાન જોગ' શબ્દનો આ લક્ષ્યાર્થ છે. - આપણા વર્તમાનકાળના જ્ઞાન પયાર્યો જે બીજે જ સમયે શેય બને છે તે જ આપણા અજ્ઞાનને, આપણી અપૂર્ણતાને સૂચવે છે.
જે દૃશ્ય છે તે દૃશ્ય છે. તે કદી દૃષ્ટા બનતું નથી. જેમ કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય દ્રવ્યો. એથી વિપરીત ચેતન એવાં છબસ્થ જીવન જ્ઞાન ઉપયોગ બીજા જ સમયે શેય બની જાય છે, અને જડ થઈ જાય છે. કાળ એ જેમ અરૂપી તત્ત્વ છે તેમ તે જડ તત્ત્વ પણ છે. વળી ક્રમિક તત્ત્વ છે અને એ જ મહાન આશ્ચર્ય રૂપ છે. તેથી જ જીવે પોતાનું જ્ઞાન જે શેય બને છે તે અસત્ અવસ્થાને ખતમ કરવાની છે અને તેમ કરી જીવે પોતાના સત્તાગત કેવલજ્ઞાનને નિરાવરણ કરવાનું છે. જે કેવલજ્ઞાન પ્રગટ થયા બાદ તે જ્ઞાન કદી ય બનતું નથી. કેમ કે કેવલજ્ઞાનના જ્ઞાનપર્યાયો-દર્શનપર્યાયો અર્થાત જ્ઞાતાભાવ-દૃષ્ટાભાવ કદી પણ શેયરૂપ-દર્શનરૂપ બનતા નથી. કદી પણ ક્રમરૂપ, કાળરૂપ, અનિત્યરૂપ, પરિવર્તનરૂપ, ખંડિતરૂપ થતાં નથી.
ભવની કિંમત નથી, કાળની કિંમત છે. કારણ પૂર્ણ સુખનું વેદન જેટલું જલ્દી પ્રાપ્ત થાય તેટલું જલ્દી કરવાનું છે.
કાળચક્રમાંથી છૂટીશું તો ભવચક્રમાંથી છૂટીશું.
ક્ષણ ઉપર જે વિજય મેળવે છે તે વિવેકી આત્મા છે, મહાત્મા છે અને જે સ્વયં અકાલ અર્થાત કેવલિ ભગવંત બને છે તે પરમાત્મા છે.
ક્ષણ જે ક્રમરૂપ છે તે મનોયોગ ઉપર વર્તે છે. તેના ઉપર સંયમ જાળવવાનો છે અને વિજય મેળવવાનો છે.
ક્ષેત્ર ઉપરનો વિજય એ વિજય જ નથી. પારમાર્થિક વિજય તો કાળ ઉપરનો વિજય છે. ક્ષેત્ર વિજેતા ચક્રવર્તી નરદેવ કહેવાય છે. કાળ વિજેતા મહાદેવ પરમાત્મા કહેવાય છે. " ક્ષણઃ તક્રમયોઃ સંયમાદ્ વિવેકજં જ્ઞાન
વહેતા કાળને વહેતો મૂકી વહેતા થઈ જવાનું છે. કાંડા પરની ઘડિયાળ ચાલું રહે અને હૃદય બંધ પડી જાય તે પહેલાં આપણે સહુ કોઈ પ્રાપ્ત વર્તમાન સમયનો સ્વકાળનો સદુપયોગ કરી કાળ-વમળમાંથી મુક્ત થઈ અકાલ પરમાત્મા તત્ત્વને પ્રાપ્ત કરી શકીએ તેવું સૌભાગ્ય-સામર્થ્ય પ્રાપ્ત થાઓ એવી અભ્યર્થન ! ૦ ૦ ૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org