________________
ધર્મત્રયી-તત્ત્વત્રયી
૨૩૯
દુર્જન કોટિનો કહેવાય, અને બીજાના દુઃખે પોતે સુખી એવું જ એનું ચિત્ર! આ બંને ભાવો આવન જાવન ધર્મવાળા હોવાથી વિનાશી છે. આ બે અકરણીય ભાવોનો નાશ કરવા માટે સાત્ત્વિક ભાવ જે છે તે સારો છે એ ભાવ-તામસ રાજસ ભાવનો નાશ કરે છે એટલું જ નહિ. પરંતુ પરમાત્મપદ પ્રતિ પ્રસ્થાન કરાવે છે. પરમાત્મા ગુણાતીત છે. તેથી સાત્ત્વિક ભાવથી પણ રહિત છે. આ સાત્ત્વિકભાવનું કાર્ય બંને હેય ભાવનો નાશ કરી પરમાત્મ પદમાં પ્રવેશ કરાવડાવી ઠેઠ પરમાત્મ પદ સુધી પહોંચાડે છે. ને પછી તે સાત્ત્વિકભાવ પોતે વિસર્જીત થઈ જાય છે. જેમ દવા દર્દનો નાશ થઈ ગયા બાદ કંઈ કાયમ પેટમાં પડી રહેતી નથી પણ વિસર્જીત થઈ જાય છે તેવું આ છે.
નીરોગીપણું એટલે શું ? દવા-દર્દ ને ડૉક્ટર ત્રણેમાંથી મુક્તિ ! તામસ અને રાજસભાવરૂપી મહારોગની પરમ ઔષધિરૂપ સાત્ત્વિકભાવરૂપ દવા તે રોગનો નાશ કરી સ્વયં વિસર્જીત થઈ જાય છે અને ત્યારે જ ભવરોગ દૂર થઈ આત્માની નીરોગી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા આમ ત્રિગુણાતીત છે. તે ગુણાતીત એવા પરમાત્માના ગુણાતીત સ્વરૂપનો પ્રથમાક્ષાર તે ગુરુ શબ્દનો પ્રથમાક્ષર ‘ગુ' બને છે.
હવે પરમાત્મા રૂપાતીત છે એનો વિચાર કરીએ.
જે પદાર્થ હંમેશ અનેક રૂપે અનેક રીતે પરિવર્તન પામીને નવા નવા રૂપ ધારણ કરે તેને રૂપી કહેવાય. એવાં રૂપી પદાર્થો પંચમહાભૂતના નામે ઓળખાય છે. પરમાત્મા બનનાર આત્માઓ પણ પૂર્વાવસ્થામાં સંસારીરૂપે પંચભૂતના સમુદાયરૂપ દેહધારી છે. માટે દેહધારી અવસ્થાને રૂપી કહેવાય. વારંવાર દેહનું મિલન ચાલુ રહેવું, સારા-નરસા દેહ મળવા, સુખ દુઃખની પ્રાપ્તિ થવી તે સર્વ ઉપર્યુક્ત ત્રણ ગુણોને આભારી છે. આ રીતે સાત્વિક ભાવો વડે બે ગુણોનો નાશ કરવો વિસર્જીત થનાર આ ગુણ ચાલ્યો જવાથી જીવ દેહને ધારણ કરતો નથી અને તે દેહાતીત અજન્મા બને છે. આ અવસ્થાને રૂપાતીત કહેવાય છે. આ રૂપાતીત શબ્દના પ્રથમાક્ષર ‘ગુરુ' શબ્દનો દ્વિતીયાક્ષર ‘ ુ’ બને છે.
આવું આ ગુરુ શબ્દનું રહસ્ય છે. માટે જ શાસ્ત્રમાં ગુરુપદની મહત્તા દર્શાવતા સૂત્રો છે કે....
ગુરોબ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરદેવો મહેશ્વરો ગુરુ : સાક્ષાત્ પરબ્રહ્મઃ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ” યહ તન વિકી વેલડી ગુરુ અમૃતકી ખાન; શિષ દીયે જો ગુરુ મીલે તો ભી સસ્તા જાન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org