________________
નય મીમાંસા
૧૮૩ ઉપર જણાવ્યું તેમ, પ્રમાણ દૃષ્ટિ વસ્તુને અખંડ રૂપે ગ્રહણ કરે છે, અને વસ્તુના જુદા જુદા ધર્મ પરતત્વની મુખ્ય દૃષ્ટિ એ નય દૃષ્ટિ છે. એક વસ્તુને કોઈ, કોઈ રૂપે જુએ કે સમજે, એથી એક વસ્તુ પરત્વે જુદા જુદા માણસોનો જુદો જુદો અભિપ્રાય બંધાય છે. “ક” એક વસ્તુને જે રીતે-જે પ્રકારે સમજ્યો હોય, તેની એ જ વસ્તુને જુદી રીતે-જુદા પ્રકારે સમજનાર “ખ” ને ખબર પણ ન હોય અને એજ પ્રમાણે “ખ” ની સમજની “ક” ને ખબર ન હોય. પણ એ બન્નેને એકબીજાની ભિન્ન ભિન્ન પ્રકારની સમજ માલૂમ પડે તો એમની અધૂરી સમજ પૂરી થાય, જો એ બન્ને જિજ્ઞાસુ હોય તો જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકની જ ઉપયોગિતાની જેને સમજ હોય, અથવા દ્વત અને અદ્વૈત જેવા સામસામા દેખાતા સિદ્ધાંતોમાંથી જ એક સિદ્ધાંતની જેને સમજ હોય, તે જો બીજી બાબત તરફ પણ પોતાની વિચારદૃષ્ટિ લગાવે, એના દૃષ્ટિ-બિંદુને પણ યોગ્ય રીતે સમજે, તો બીજી બાબતને પણ સ્વીકારે જ.
જેમ “પ્રમાણ એટલે શુદ્ધ જ્ઞાન, તેમ “નય' એટલે પણ શુદ્ધ જ્ઞાન. ફરક એટલો જ કે એક શુદ્ધ જ્ઞાન અખંડ વસ્તુને સ્પર્શે છે, જ્યારે બીજું વસ્તુના અંશને સ્પર્શે છે. પણ મર્યાદાનું તારતમ્ય છતાં એ બંને જ્ઞાન શુદ્ધ છે. પ્રમાણ રૂપ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ “નયની વાટે થાય છે. કેમ કે પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાન જ્યારે બીજાની આગળ પ્રકટ કરવામાં આવે છે ત્યારે તે ખાસ મર્યાદામાં આવી જવાથી “નય બની જાય છે, વસ્તુની એક બાબત (અંશ) ને સ્પર્શનારી એક નયદષ્ટિને એ જ વસ્તુની બીજી બાબત (અંશ)ની ખબર હોય પણ ખરી અને ન પણ હોય. જો હોય તો પણ પોતાના જ વિષયને સ્પર્શવાની એની મર્યાદા છે. કેમ કે વ્યવહારમાર્ગ એવો જ હોય છે. જેમ કે, જ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા બતાવવી હોય ત્યારે જ્ઞાનનું મહત્ત્વ કે ઉપયોગિત જે વર્ણવાય તે જ્ઞાનદષ્ટિરૂપ જ્ઞાનનયને આભારી છે. તે વખતે, ક્રિયાને પણ સ્થાન છે. એની ખબર હોવા છતાંય જ્ઞાનનય (પ્રસંગાનુરૂપ) જ્ઞાનની જ મહત્તા વર્ણવે, અને એમ કરવામાં એ કશું ખોટું કરતો નથી. હા, ખોટું કરતો તે ત્યારે કહેવાય કે જ્યારે પોતાની વાતને ગાવાની ધૂનમાં ક્રિયાની ઉપયોગિતાના સ્થાનને નષ્ટ કરી નાખે.
એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દૃષ્ટિએ ઉત્પન્ન થતી જુદા જુદા યથાર્થ અભિપ્રાયો, વિચારો, ‘નય' કહેવામાં આવે છે. એક જ મનુષ્યને જુદી જુદી અપેક્ષાએ કાકા-ભત્રીજો, મામા-ભાણેજ, પુત્ર-પિતા, સસરો-જમાઈ વગેરે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org