________________
1 ૫. નય મીમાંસા
સ્યાદ્વાદશૈલીથી તત્ત્વ નિરીક્ષણ માટે જેમ સપ્તભંગિનું પ્રદાન કરેલ છે. તેમ સાધકને સાધનામાં વિકાસ માટે સાત નય બતાડેલ છે. દશ્ય પદાર્થ ઉપરના આપણા મતિજ્ઞાનના ઉપયોગનું નામ જ નય છે. આમ નય એ દૃષ્ટિ છે. પણ સાથે સાથે કર્તા માટે કાર્ય સુધી પહોંચવાનો વિકાસક્રમ છે.
જેટલા પ્રકારનાં વચન છે તેટલા પ્રકારના નય છે, જાવઇઆ વયણવતા તાવઆ ચેવ હોંતિ ણયાવાયા જાવઇઆ ણયવાયા તાવUઆ ચેવ પરસમયા
અર્થાત્ જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય (મતમતાન્તર) છે. -સન્મતિતર્ક = સિધ્ધસેન દિવાકર
એક પદાર્થને અનેક ધર્મો હોય છે. તેના એક ધર્મને જોવો અને તે સિવાયના બીજા ધર્મોનો અપલાપ ન કરવો તેને “નય' કહેવાય છે. પરંતુ જો પદાર્થના અન્ય ધર્મોનો અપલાપ કરવામાં આવે તો તે નયાભાસ છે.
આપણે છબસ્થ એકી સાથે બધું જાણી શકતા નથી અને એકસાથે બધાથી બધું બોલી શકાતું નથી. એવા છદ્મસ્થના ક્રમિક ઉપયોગના વિકલ્પનું નામ નય છે. નય એ આપણું બુદ્ધિતત્ત્વ છે. નય એ આપણી દૃષ્ટિ છે. ક્રમથી જ્યાં જાણવાનું હોય તેનું નામ નય. જેટલા વિચારો વિકલ્પના પ્રકારો છે તે બધાં નયો છે, નયને વિચાર દૃષ્ટિ વિકલ્પ કહી શકાય. અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય કે શ્રુતશાસ્ત્ર કે સિદ્ધાંત એ સર્વને નય કહી શકાય. પોત પોતાની મર્યાદામાં રહેતાં એ નય માનનીય છે અને બીજાને ખોટાં ઠરાવવા જતાં અમાન્ય ઠરે છે.
ઈન્દ્રિયોની મદદથી કે મદદ સિવાય ઉત્પન્ન થયેલ જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણકહેવાય છે અને પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દ દ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે અંશને સ્પર્શતી માનસિક વિચારક્રિયા થાય છે તે “નય”. અર્થાત શબ્દમાં ઉતારાતી કે ઉતારવાલાયક જે જ્ઞાનક્રિયા તે “નય', અને તેનો પુરોગામી ચેતના વ્યાપાર તે પ્રમાણ.”
નય” પ્રમાણભૂત જ્ઞાનનું અંશભૂત જ્ઞાન છે. પ્રમાણ વ્યાપારમાંથી જ નય વ્યાપારની ધારાઓ પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org