________________
પંચાચારની વિશિષ્ટતા
૧૦૫
વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ (ત્યાગ) કાયોત્સર્ગ જણાવેલ છે.
વીર્યાચારને બાદ કરી બાકીના ચારમાંના સાડાત્રણ આચાર બાહ્ય છે. જ્યારે તપાચારનો અડધો આચાર એટલે કે અત્યંતર તપ આવે ત્યારે જ ધર્મની સાચી શરૂઆત થાય છે. જ્યાં સુધી સ્વદોષ દર્શન નથી અને સ્વદોષ પીડા નથી ત્યાં સુધી પારમાર્થિક ધર્મની શરૂઆત નથી. દોષ દેખાશે અને દોષની પીડા થશે તો દોષ નિવારણ રૂપ આગળનો ધર્મ સેવાશે, ગુણ કેળવાશે. એક મહાત્માએ આ સંદર્ભમાં જણાવેલ છે કે
આપ ગુણી ને વળી ગુણરાગી તેહની કીર્તિ જગમાંગાજી. આપ દોષી ને વળી પરગુણદ્વેષી તેહની ગતિ નરક ગામી બાહ્ય તપની શરૂઆત નવકારશીથી થઈ, પૂર્ણાહૂતિ અનશને થાય છે. તેમ અત્યંતર તપની શરૂઆત પ્રાયશ્ચિત્તથી થાય છે અને પૂર્ણાહૂતિ કાર્યોત્સર્ગથી થાય છે.
અધ્યાત્મમાં મનોયોગની પ્રધાનતા છે. વ્યવહારમાં કાયયોગની પ્રધાનતા છે. કાયયોગની ચેષ્ટા સીમિત છે, તપાચારમાં સંખ્યાતા ભેદ છે. જ્યારે મનોયોગમાં ચોથા ગુણ સ્થાનકથી કેવલજ્ઞાનની પ્રાપ્તિરૂપ એવા તેરમાં ગુણસ્થાનક સુધી અસંખ્યાતા અધ્યવસાય સ્થાનકો રહેલાં છે. મનનો સંયમ વિશેષ કેળવવાનો છે, જેને માટે કાયાને સંયમમાં પહેલ પ્રથમ લાવવાની છે. કાયા સંયમમાં આવી એટલે કાર્ય પૂર્ણ થયું સમજવાનું નથી, પરંતુ સંયમમાં આવેલ કાયાના બળે મનોબળ દૃઢ કરી આંતરગુણોની ઠેઠ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી ખીલવણી કરવાની છે. મનથી શુભભાવ અને શુદ્ધભાવ કરવાના છે. તેમ કરીને અશુભકર્મોનો નાશ કરવાનો છે. વીર્યાચાર ઃ
પાંચમો વીર્યાચાર છે જે ઉપર્યુક્ત ચારેય આચારમાં સમન્વિત છે. વીર્યાચાર દ્વારા વર્તમાનકાળમાં જેટલી શક્તિ પ્રાપ્ત હોય તે સર્વ શક્તિ ગોપવ્યા વિના ટેક, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ અને દૃઢતાથી ચારેય આચારનું પાલન કરવાનું છે, અને તે આધાર દ્વારા લક્ષ્ય સુધીનો વિકાસ સાધવાનો છે. ળિયા બળદ જેવી વેઠ ઉતારવા જેવું નથી કરવાનું અથવા તો લાલસા, લોકેષણા કે મનોરંજનનો હેતુ નથી રાખવાનો. આ સંદર્ભમાં જ એક સંતે કહ્યું છે કે જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org