________________
૧૯૪
સૈકાલિક આત્મવિજ્ઞાન આ ઋજુસૂત્ર નયના પાછા બે ભેદ સ્થૂલ જુસૂત્ર નય અને સૂક્ષ્મ ઋજુસૂત્ર નય છે. એક સમય માત્રના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર સૂસ ઋજુસૂત્ર નય છે, જે તત્સમયને જ સ્વીકારે છે. અર્થાત્ વર્તમાન પળના પર્યાયને જ ગ્રહણ કરે છે. જ્યારે સ્કૂલ જુસૂત્ર નય અનેક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે; ઉદાહરણ તરીકે મને ૪૯ વર્ષ થયાં એ સ્થૂલ ઋજુસૂત્ર નય અનુસારનું કથન છે જ્યારે મને ૫૦ મું વર્ષ ચાલે છે એમ કહેવું તે સૂક્ષ્મ ઋજુસૂત્ર નય અનુસારે કથન છે.
યુધિષ્ઠિરે જ્યારે યાચકને થોડા સમય બાદ આવવા કહ્યું અને તે સાંભળી ભીમે ઘંટનાદ કર્યો, જેનું કારણ યુધિષ્ઠિરે પૂછતાં ભીમે ખુલાસો કર્યો, કે આપે કાળ ઉપર વિજય મેળવ્યો તેની ખુશાલીનો ઘંટનાદ છે, તે આ ઋજુસૂત્ર નયનું ઉદાહરણ છે. સાધુ ભગવંતો વર્તમાન જોગ' શબ્દનો પ્રયોગ કરે છે, તે પણ આ ઋજુસૂત્ર નયનું ઉદાહરણ છે. સ્થૂલ જુસૂત્ર નય રાજગાદીએ રહેલ રાજાને જ રાજા કહે છે અને સૂક્ષ્મ ઋજુસૂત્ર નય રાજચિહ્નયુક્ત ગાદીનશીન રાજસત્તા સહિતના રાજાને જ રાજા કહે છે. આમ નિશ્ચિત વર્તમાન સ્વરૂપ વર્તમાનકાળને જ આવશ્યક સાધન ગણવા તરફ નિર્દેશ કરે છે. સૂક્ષ્મ
જુસૂત્ર નય અને એવંભૂતમાં નયના વર્તમાનકાળનો ભેદ એ છે કે સૂક્ષ્મ ઋજુસૂત્ર નય માનસિક છે જ્યારે એવંભૂત નયનો વર્તમાન અંતિમ બાહ્ય દશ્ય સહિત કાર્યરૂપ છે. (૫) શબ્દનય :
શબ્દનયમાં શબ્દ એટલે આખું વ્યાકરણશાસ્ત્ર આવે. શબ્દનયમાં લિંગભેદ એટલે કે પુરુષ (પુલ્લિંગ), સ્ત્રી (સ્ત્રી લિંગ), નપુંસક, કાળભેદ અર્થાત્ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, વચનભેદ એટલે કે એકવચન, બહુવચન તથા કારકભેદ એટલે કે સાત વિભક્તિ આવે છે.
આ નય પર્યાય (એકાર્થ) વાચી શબ્દોને એકાર્ણવાચી માને છે. પણ કાળ, લિંગ વિગેરેનો ભેદ જો પડતો હોય તો તે ભેદને લીધે એકાર્યવાચી શબ્દોને પણ અર્થભેદ માને છે. પોતાના સમયમાં મુંબઈ નગરી મોજૂદ હોવા છતાં પૂર્વકાળની મુંબઈ નગરી જુદા પ્રકારની હોવાથી તે સમયની મુંબઈ નગરીનું વર્ણન કરવું લેખકને પ્રસ્તુત હોવાથી તેને “હતી” લખે છે તે કાળભેદે અર્થભેદનો વ્યવહાર આ નયને આભારી છે.
જે શબ્દ જે અર્થનો (વસ્તુનો) વાચક કે સૂચક હોય તે અર્થને તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની “શબ્દન” કાળજી રાખે છે. એ વસ્તુ ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org