________________
યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન
૫૩
ઉપકરણ ઉપકરણની સામે નથી. તમે ઉપકરણની સામે છો, તેમ તમે સાથે અથવા સામે છો.
આત્માને પોતાની ઉપયોગ - સૃષ્ટિથી જોવાનો છે. સ્વદર્શન કરવાનું છે. (આલંબનથી સ્વાવલંબનમાં જવાનું છે.) કર્તા ભોક્તાભાવ એ ભાવતત્ત્વો છે. આત્મા કર્તા ભોક્તા છે. આત્મા સિવાય બીજા કોઈ પદાર્થ કર્તા-ભોક્તા નથી.
પર-પદાર્થના કર્તા-ભોક્તા ભાવમાં જેટલા રોકાયેલા રહીએ છીએ, તે વખતે ‘હું’ જે કર્તા-ભોક્તારૂપ છે તેનું દર્શન કરતાં શીખવું જોઈએ. તો સત્યદર્શન થતું જશે. પ્રતિક્ષણે જીવનો (સાધુનો પણ) કર્તા-ભોક્તાભાવ-રાગભાવ ચાલુ છે. કર્તા-ભોક્તાભાવ એ જ સંસાર છે. કર્તા-ભોકતા-ભાવના પદાર્થ સંબંધી કાંઈ પણ કરવાનું ન હોય, જો ત્યાં કરવા રહ્યા તો કર્તા-ભોક્તાભાવ ચાલુ રહેશે. કર્તા, ભોક્તાભાવ એ રાગભાવ-અજ્ઞાનભાવ-મોહભાવ છે.
કોઈપણ જ્ઞાનીની ખરી પરીક્ષા ક્યારે ? અશાતા વેદનીયના ઉદય વખતે મન સુધી દુ:ખની જરા પણ અસર ન થાય તો તે સાચો શાની.
કાયા અને ઇન્દ્રિયો તો તેના સ્વરૂપમાં રહે છે. આપણો મનોયોગ કાયા અને ઇન્દ્રિયોના ઉપયોગમાં રહી રહીને નિર્બળ બની ગયેલ છે.
મન એટલે ચૈતન્યસ્ફૂરણ-પ્રતિક્ષણે મતિજ્ઞાનના ઉપયોગમાં સ્ફૂરે છે. આયુષ્યનો બંધ પણ મનના ભાવ ઉપર થાય છે. બીજા કર્મના બંધ પણ મનના ભાવ ઉપર થાય છે, તેથી
આપણી સાધનાનું કેન્દ્ર બનાવવાનું છે આપણા મનોયોગને. જે જીવ પોતાનામાં રહેલા કર્તા-ભોક્તાભાવનાં દર્શન કરે છે-સ્વદોષદર્શન કરી શકે છે-તે જીવ પરમાત્માના દર્શનને પામી શકે છે.
વિહરમાન કેવળી ભગવંતને કોઈ વસ્તુની સાધના કરવાની રહેતી નથી. તેમજ મન-વચન-કાયાના યોગ અઘાતી કર્મના ઉદય પ્રમાણસહજપણે વર્ત્યા કરે છે. તેમ આપણે, પણ સાધનાકાળમાં કાંઈ કરતા નથી; તેમ ઉપયોગથી વર્તવું, અને આપણા અઘાતી કર્મના ઉદય પ્રમાણે થયા કરશે; બન્યા કરશે તેમ સાક્ષીભાવે જોયા કરવું. જગત સક્રિય છે તે બન્યા કરે છે, ચાલ્યા કરે છે. આત્મા અક્રિય છે તેમાં કર્તા-ભોક્તાભાવ ન કરવો. આપણે મોહઅજ્ઞાનતાએ સમજીએ છીએ કે હું કરું છું, હું બનાવું છું, હું ભોગવું છું, એમ કર્તાભોકતાભાવે સમજીએ છીએ. જો આપણા કર્તા-ભોક્તાભાવ વડે જગત ચાલતું હોત તો આપણે કર્તા-ભોક્તા ભાવ બંધ કરવા છતાં પણ જો જગતની સક્રિયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org