________________
પંચાચારની વિશિષ્ટતા
૧૦૧ ઉજાડ્યા વિના ચરે, ભ્રમર જેમ પુષ્પરસ લે તે પ્રમાણે ગોચરી કરવી, માધુકરી કરવી.
() આદાન ભંડ મત નિક્ષેપણા સમિતિ કોઈપણ વસ્તુ લેતાં, મૂકતાં કે ફેરવતાં પૂંજી પ્રમાર્જિને વ્યવહાર કરવો અર્થાત પ્રમાર્જન કરવા પૂર્વેયતના (જયણા) પૂર્વક વસ્તુ લેવી-મૂકવી કે ફેરવવી.
(૫) પારિષ્ઠાપનિકા સમિતિ : વસ્તુનો નિકાલ કરતાં નાખી દેતાં, ભવિષ્યમાં જીવોત્પત્તિ નહિ થાય તેવી તેની સ્થિતિ કરી જીવરહિત ભૂમિએ કાળજીપૂર્વક તેનો નિક્ષેપ કરવો તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહે છે, જેનો જૈન પારિભાષિક સુંદર શબ્દપ્રયોગ “પરઠવવું' છે. | ગુપ્તિ એટલે મન-વચન-કાયા ઉપરનો મજબૂત અંકુશ. ગુપ્તિ એટલે પ્રવૃત્તિ કરવી જ નહિ. અર્થાત્ ગોપવવી. યોગ છે એટલે અનિવાર્ય સંયોગોમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે સમિતિપૂર્વક, સંયમિતતા સહિત કરવી. નિયંત્રણયુક્ત પ્રવૃત્તિ. લક્ષ્ય ગુપ્તિનું રાખવાનું છે, અને પાલન સમિતિનું કરવાનું છે. જે જીવ સમિતિનું પાલન કરી શકે છે તે ગુપ્તિ પ્રાપ્ત કરી શકે છે.
પાંચ સમિતિમાં માત્ર ભાષા સમિતિમાં વચનયોગ છે. બાકીની ચાર સમિતિ કાયયોગ આશ્રિત છે, એમાં મનોયોગ નથી. જ્યારે ગુપ્તિમાં વચનયોગ ને કાયયોગ સહિત મનોયોગની પણ ગુપ્તિ છે. મનોનિગ્રહ છે. મનથી શુભપ્રવૃત્તિ સહજ થાય અને અશુભ પ્રવૃત્તિ વગર બળાત્કારે જાય તો તે ઊંચી આત્મદશા છે. મન સૂક્ષ્મ હોવા છતાં કાર્ય આશ્રિત સ્થૂલતા પ્રાપ્ત કરે છે. કાયા જ્યારે નિર્બળ બને છે, ત્યારે મન નિર્બળ બને છે. મનને મન-વચન-કાયયોગ આશ્રિત શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં પ્રવર્તાવવું જોઈએ. કાયા સ્વયંસંચાલિત નથી પણ મન તેનું સંચાલક છે. કાયાના લક્ષ્ય મન સ્કૂલ અને નિર્બળ બને છે. મનને આત્મ આશ્રિત કરીશું તો આત્માની અનંતશક્તિનો સ્ત્રોત મનને શક્તિ આપશે, અને નિર્બળ કાયયોગમાં પણ મન સાબૂત રહેશે-બળવાન રહેશે અને કાયા પાસે ધાર્યું કામ લઈ શકશે, અને વચન પણ પછી એની શક્તિ બની જશે.
- આત્મ આશ્રિત, આત્મસ્થિત આત્માના-મનના શબ્દોગાર-વચનોચ્ચાર સામાં શ્રોતાએ સ્વીકારવા જ પડતા હોય છે. એમને વચનસિદ્ધિ પણ વરે છે. મન માત્ર શરીર માટે અને શરીરના લક્ષ્ય કામ કરી રહ્યું છે તે સંસાર છે. મન શરીર સાપેક્ષ સુખ દુઃખ ભોગવે છે. પરંતુ એણે શરીર નિરપેક્ષ અને આત્મ સાપેક્ષ સુખ અનુભવવું જોઈએ. અધ્યાત્મ માર્ગમાં મનની વિચારણા આત્મલક્ષે હોય તો તે ધર્મમાર્ગ-મોક્ષ માર્ગ છે. મન-મોહ અને દેહથી ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org