________________
૯૮
સૈકાલિક આત્મવિજ્ઞાન જીવો તેમની છઘાવસ્થા-સાધનાકાળમાં આવો બ્રહ્મભાવ રાખે છે અને જીવ માત્ર પ્રતિ બ્રહ્મદષ્ટિથી જુએ છે. “સવિ જીવ કરું (સ્વરૂ૫) શાસન રસી” ની ભાવના ભાવે છે. આ જ દૃષ્ટિ સ્વપ્રતિ આવરણ હઠાવી પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવામાં સહાયક બને છે. આ દ્રષ્ટિ કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અધ્યાત્મ દૃષ્ટિ છે. એ સાચી મૈત્રીભાવના છે. મૈત્રીભાવનાનો નિશ્ચયથી પારમાર્થિક અર્થ એ છે, બ્રહ્મદષ્ટિથી, આત્મવત દૃષ્ટિથી સરખાપણું-સામ્ય તે મૈત્રી.
પરમાત્મા પ્રત્યેનો દઢભાવ સર્વ સાનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં ટકાવી રાખવો તે સ્વક્ષેત્રે ઉચ્ચ દર્શનાચાર છે, અને પરપ્રતિ બ્રહ્મદષ્ટિ-આત્મવષ્ટિમૈત્રી દષ્ટિ કેળવવી તે પરક્ષેત્રે ઉચ્ચ દર્શનાચાર છે.
મતિજ્ઞાનના ઉપયોગમાં વારંવાર પરમાત્મા નામ પડે ધ્યાયવન થાય એટલે આત્મા પરમાત્મા બને છે. એ નિયમ છે તે માટે તેવાં વિકલ્પો કરવાં પડે છે. કેવલી ભગવંત વિશ્વમૂર્તિ છે અને આખું વિશ્વ તેમનું અંગોપાંગ છે. કેમકે એમના કેવલજ્ઞાનમાં અનાદિ અનંત આખુંય વિશ્વ પ્રતિબિંબિત થાય છે. - (૧) ભગવાનની મૂર્તિમાં ભગવાનને જોવા તે પ્રથમ સાધન.
(૨) જીવ માત્રમાં પરરાત્માને જોવાં તે બીજું સાધન.
(૩) પુદ્ગલ પરમાણુ માત્રમાં તે પુગલ પરમાત્મામાં પ્રતિબિંબિત થાય છે તે સંદર્ભે પરમાત્મા જોવા તે ત્રીજું સાધન.
આવું દર્શન તે જ દર્શનાચાર. એવાં દર્શનાચારનું સેવન, પાલન પરમાત્મા બનવા માટે કેવલદર્શનની પ્રાપ્તિ માટે કરવાનું છે, એવી દૃષ્ટિથી આવા દર્શનથી જે કાંઈ ચોમેર જોઈએ, તેમાં પરમાત્માનાં દર્શન થાય અને પરમાત્માનું ધ્યાન થાય.
પરમાત્માના લઢણથી અને રટણથી આત્મગુણની વૃદ્ધિ થાય. પરમાત્માના લઢણથી-રટણથી આત્મગુણ ખીલે છે, એ નિયમ છે. મતિજ્ઞાનમાં સંસારનું જે લઢણ છે અને રટણ છે તેથી સંસાર ચાલે છે. તે જ પ્રમાણે મતિજ્ઞાનમા જો પરમાત્માનું લઢણ અને રટણ થાય તો આત્મા સ્વયં પરમાત્મા બને. જીવ જાતિ માત્રને પરમાત્મ સ્વરૂપ જોવાને બદલે જડ પુદ્ગલ ભાવથી જોઈએ છીએ તેથી કરીને તો સંસાર ચાલે છે. પુદ્ગલમાં જ પરમાત્મભાવ આવી જાય તો પરમાત્મા કેમ ન બનાય ? અને પરમાત્મા ન બનાય ત્યાં સુધી પછી એવાં ભાવુકથી ઉચિત વર્તન-વ્યવહાર કેમ ન થાય ?
જગતના જીવો પ્રતિ સંસાર ભાવે જોશું તો આપણામાં બ્રહ્મભાવ ન રહેતાં સંસારભાવ દૃઢ થશે. જગતના જીવો પ્રતિ બ્રહ્મદષ્ટિ કરવાથી આપણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org