SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: સૈકાલિક આત્મવિશાન દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલનને પંચાચાર પાલન કહે છે. અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ, અને તેથી જ દુષ્ટ દુર્જન છીએ. દુર્જન છીએ તેથી દુશ્મનો છે, માટે અરિહત છીએ અને અગાઉ જણાવ્યા મુજબ અરિહત હોય તે અસિદ્ધ જ હોય ! “અરિહંત' એ સત્ય સ્વરૂપનામ છે. “અરિહત” એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના આંતરિક સાચા નામ પાંચ છે : (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. પ્રથમ બે નામ સાધ્ય અવસ્થાના છે, અને પછીના ત્રણ નામ સાધક અવસ્થાના છે. આ નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી ને જીવન જીવવાથી અરિહંત અને સિદ્ધ સ્વયં બની શકાય છે. જગતમાં અધ્યાત્મ શાસ્ત્ર સમજાવનારા મહાન છે. એટલે પંચપરમેષ્ઠિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને સ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી સાચું ચારિત્રયુક્ત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી તેનું જીવન જીવે તેનું પરમાત્મા કે પરમાત્મતત્ત્વ સાથે સંબંધ કર્યા વિના સુવિચાર, સદવર્તન સત્યજ્ઞાન આવતું નથી. પરમાત્મતત્ત્વ સાથે સંબંધ રાખીને જગત સમક્ષ આવનાર જ લોકોનો પરમાત્મા સાથે સંબંધ કરાવડાવી જગત સુધારવા શક્તિમાન બને છે. પરમાત્મતત્ત્વ, નિર્મોહી વીતરાગ દેહાતીત તત્ત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્ત્વ સાથે પોતાનામતિજ્ઞાનના ઉપયોગથી ભળે તો આત્મા સ્વયં પરમાત્મા-સિદ્ધાત્મા બની શકે છે. પરમાત્મતત્ત્વ એ સર્વ ગુણની ખાણ છે, એ તત્ત્વને જેટલું રટીએ તેટલા તેટલાં આત્માના ગુણ ખીલતા જાય. સર્વ સત્યનું સત્ય, સર્વ સુખના સુખરૂપ, સર્વ સમાં સસ્વરૂપમાં બ્રહ્માંડમાં કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સર્વેસર્વા કોઈ હોય તો તે સર્વેશ્વરા એવાં અરિહંતેશ્વરા, સિદ્ધેશ્વર જ છે. પરમાત્મા કેવલજ્ઞાનના ઉપયોગથી વિશ્વમૂર્તિ છે કેમકે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે. તો આખા વિશ્વને પરમાત્માની મૂર્તિમાં જોતાં શીખવું જોઈએ. પરમાત્મા બનવા અહં ટાળવું જોઈએ, જે પરમાત્મા પ્રત્યે દાસત્વભાવના સ્વીકારવાથી ટળે છે. અહં ટાળવાથી અહ એટલે કે ત્રિલોકપૂજ્ય બનાય છે. નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ઠિ ભગવંત વિશ્વના સર્વ સાત્ત્વિક ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy