________________
( ૧૧૫
સ્વરૂપમંત્ર પરમાત્માના ચરણે ધરી દેવાનાં છે. જે મન અને બુદ્ધિ પરમાત્માને અર્થાત્ અરૂપી તત્ત્વને ધર્યો તેને પાછા રૂપી એવા પર પદાર્થ, વિરુદ્ધ ધર્મો એવાં પુદ્ગલદ્રવ્ય એટલે કે શરીર, ઇન્દ્રિય આદિને ન ધરાય.
સાધુ ભગવંતો તો સદા સર્વદા સતત ભાવપૂજામાં રત હોય છે. સાધુ ભગવંતો પોતાના મન અને બુદ્ધિ પરમાત્માને ધરી ચૂક્યા હોય છે. જેથી તેમના શરીર ઈન્દ્રિયાદિ પણ મન બુદ્ધિને આધીન રહી સતત ભાવ પરમાત્મપૂજામાં રત રહે છે અને દુન્યવી તત્ત્વોથી અલિપ્ત રહે છે. આમ સાધુ ભગવંતો સમગ્રપણે પરમાત્મમય હોય તેઓને પંચ પરમેષ્ઠિ નવકારમંત્રમાં ણમો લોએ સવ્વસાહૂણ' પદથી નમસ્કાર કરવામાં આવેલ છે. સાધુ ભગવંતનું સ્થાન પંચ પરમેષ્ઠિના પાંચમા પદમાં છે તે જ પ્રમાણે આગળ ઉપર.'
“ણમો ઉવજઝાયાણં” પદથી સર્વ ઉપાધ્યાય ભગવંતોને, ણમો આયરિયાણં, પદથી સર્વ આચાર્ય ભગવંતોને, ણમો સિદ્ધાણં' પદથી સર્વ સિદ્ધ પરમાત્મ ભગવંતોને અને
ણમો અરિહંતાણં' પદથી સર્વ અરિહંત પરમાત્મ ભગવંતોને “નમસ્કાર કરવામાં આવેલ છે. - આ પાંચ પદો અંતઃકરણમાં ભાવરૂપ છે. અંદરમાં આપણા મતિજ્ઞાનના ઉપયોગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃકરણ છે. અંતઃકરણ એટલે કરણના ભેદોમાં અંતિમ કરણ, અંતિમ સાધન જેનાથી આગળ સાધન અર્થમાં કોઈ કારણ નથી. તેની પૂર્વમાં અને સાથે ઉપકરણ અંતે કરણ છે, જે અંત:કરણની શુદ્ધિ માટે સહાયક અને પૂરક સાધન છે. જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ થયેથી સર્વ સાધનોથી પર થઈ જાય છે. એ અપેક્ષાએ સર્વ સાધનનો અંત કરનાર જે કરણ છે તે અંતઃકરણ છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મામાં પરમાત્મ તત્ત્વની પૂર્ણતા વડે તેઓ સાધનાથી પર છે. એ અર્થમાં અંત:કરણનો આ રહસ્યમય અર્થ છે.
આ પાંચ સહુ કોઈને પરમ ઈષ્ટ છે તેથી તે પાંચને પંચ પરમેષ્ઠિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમંત્ર-નમસ્કારમંત્ર નવકારમંત્ર દ્વારા તે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં “અરિહંત'માંથી “અરિહંત' બનવાનું છે;
અસિદ્ધમાંથી સિદ્ધ થવાનું છે. જે માટે દુર્જન મટી સર્જન અને દુષ્ટ મટી સાધુ બનવાનું છે. અભણ-અબુઝ-ગમા-અજ્ઞાની-અભાન મટી જઈને સભાનસચેત-જ્ઞાની-પઠક-ઉપાધ્યાય થવાનું છે. અને આગળ ઉપર પંચાચાર પાલન કરનાર આચાર યુક્ત આચાર્ય એવાં સર્વોચ્ચ સાધક બનવાનું છે. જ્ઞાનાચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org