________________
. ૧૮, ધર્મયીતત્વનયી
દેવ-ગુરુ-ધર્મ એ ધર્મત્રથી-તત્ત્વત્રયીના આપણે ત્યાં બે ભેદ “સુ” અને કુના વિશેષણ આપીને પાડ્યા છે, તે સુદેવાદિ અને કુદેવાદિ.
આ વિશ્વના તમામ જીવોનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરી શકાય છે. એ ત્રણ વિભાગ (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા તરીકે ઓળખાય છે. આ વર્ગીકરણ પ્રમાણે મોક્ષમાં ગયેલ, સર્વજ્ઞ બનેલ એવાં સર્વ જીવોને જે વિભાગમાં વર્ગીકૃત કરવાના હોય તે વિભાગમાં આ દેવ' શબ્દનો અર્થ “પરમાત્મા’ કરી શકીએ કે બીજો કાંઈ ?
આવો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? કારણ કે સંસારમાં ચાર ગતિમાંની દેવગતિના જીવોને પણ દેવ કહેવાય છે. ઉપરાંત ચક્રવર્તીને નરદેવ કહેવાય છે. સાધુ ભગવંતોને ગુરુદેવ કહેવાય છે અને વ્યવહારમાં "માતૃદેવો ભવ", "પિતૃદેવો ભવ:", "યજમાન દેવો ભવઃ", "અતિથિદેવો ભવઃ" આદિ કહેવાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વ્યક્તિ પ્રત્યે ભિન્ન ભિન્ન ક્ષેત્રે “દેવ” શબ્દનો પ્રયોગ થાય છે અને બધાને આ ત્રણ વિભાગમાં વર્ગીકૃત પણ કરી શકાય છે. તો પછી ધર્મક્ષેત્રે દેવ-ગુરુ-ધર્મ" ત્રણ શબ્દની ત્રિપુટીમાંના “દેવ’ શબ્દની વહેંચણી શેમાં કરવી ? શું એમને પરમાત્મા કહેવા ? શું એમને અંતરાત્મા કહેવા ? કે પછી બહિરાત્મા કહેવા ?
આ દેવ તો તીર્થંકર પરમાત્મા છે જે વીતરાગ દેવ છે. સર્વગુણ સંપન્ન સર્વદોષ રહિત એવાં સર્વજ્ઞ દેવ છે. એમને “પરમાત્મા' સિવાયના બીજા ભેદમાં કેમ મૂકી શકાય? એમને બહિરાત્મા તો કહેવાય જ નહિ અને અંતરાત્મા કહેવા જઈએ તો તેઓ સાધક ઠરે અને છદ્મસ્થ અવસ્થાનો દોષ આવે. દેવગતિના દેવ તો તેઓ છે જ નહિ કેમ કે એ તો પંચમગતિના દેવ છે. એટલે પહેલો વિભાગ જે પરમાત્મા છે તેમાં જ તેમની વહેંચણી કરવી પડશે.
શાસ્ત્ર પદ્ધતિથી આજ સુધી તો સુદેવ-કુદેવ, સુધર્મ-કુધર્મ અને સુગુરુકુગુરુ એવાં જોડાં ચાલ્યા જ આવે છે. તો પછી “દેવ' શબ્દનો અર્થ જો પરમાત્મા કરીશું તો “પરમાત્મા” “સુ” ને “કુ એમ બે ભેદે જણાવવા પડશે. અદનામાં અદનો માનવી અબુઝ માનવી પણ પરમાત્મા” “કુ” પ્રકારના હોય એ માનવા તૈયાર થશે નહિ. સર્વગુણ સંપન્ન, સર્વદોષ રહિત, સર્વજ્ઞ કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org