________________
૨૦૩
સાત નો માત્ર દ્રવ્યરૂપ વિશ્વના પદાર્થોમાં નથી ઘટાવવાના પરંતુ સાત નય જીવનું જીવન છે અને તેથી સત્ બનવા માટેના માર્ગરૂપે એને સમજીને સ્વદર્શન દૃષ્ટિ અને ભાવ માટે પોતામાં સાતે નયોને ઘટાવવાના છે.
સાત નયો દ્વારા, સપ્તભંગી દ્વારા આપણે આત્માને સમજવાનો છે. આધ્યાત્મિક પુરુષો હંમેશાં આત્માર્થ કરે છે. જ્યારે પંડિતો શાસ્ત્રાર્થ અને વાદવિવાદ કરે છે. જ્યાં સુધી પરમાત્મા ન બનીએ ત્યાં સુધી આપણે બધાય ખોટા છીએ એમ આધ્યાત્મિક સાધક પુરુષો જણાવે છે. જ્યારે પંડિતો પોતાને સાચા કહે છે અને બીજાને ખોટા કહે છે.
સાત નયોની સમજણ મેળવી સાધનાક્ષેત્રે જીવે નૈગમનયથી એવંભૂતનય સુધી પ્રગતિ કરવાની છે. જ્યારે સંઘર્ષો ટાળવા, વિકલ્પોના આગ્રહ છોડવા માટે એવંભૂત નયથી ઊતરતાં ઊતરતાં નૈગમનમાં આવી જવાનું છે. એમ કરવાથી આગ્રહ રહે નહિ, સંઘર્ષ ટળી જાય અને વીતરાગતા પ્રતિ આગળ વધાય.
સંસાર ક્ષેત્રે સાત નો શાના માટે છે? જીવોના જે કર્તાભાવ ભોક્તાભાવ છે તે સમજવા માટે છે અને પુદ્ગલ દ્રવ્યની સામગ્રી ભોગયોગ્ય બને એવા પર્યાયોને પામે તે માટે છે. સાતે નયો આપણા જીવનમાં જે કારણકાર્યની પરંપરાઓ ચાલે છે તે દર્શાવતી અવસ્થાઓ છે. સાતે નયો, સાત દૃષ્ટિ છે. સાતે નયો એ સાધના પણ છે તેમ સાતે નયો સાધન પણ છે. સાતે નવો કારણ-કાર્યની સ્થૂલ-સૂક્ષ્મ પરંપરારૂપ છે. સિદ્ધ અવસ્થામાં કારણ-કાર્યની પરંપરાનો અભાવ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્માઓ જેઓ નિત્ય પર્યાયને પામ્યા છે. તે લઘાને સાત નવો કે ચાર નિક્ષેપા અનુપચરિત રીતે લાગુ નથી પડતા. ઉપયોગ સ્વરૂપમાં વીતરાગતાની પ્રાપ્તિ એ એવંભૂત નય છે. જો કેવલજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ્ય રાખી તેને સાધ્ય તરીકે સ્વીકારી સાધક સાધના કરે તો તે નૈગમનય વ્યવહારનય છે.
સાતે નયોના આપણે કર્તા છીએ અને તેના ભોક્તા છીએ. સાતે નયના આપણે ઉપયોગ કરીએ ત્યારે તે આપણને કાર્યરૂપ બને છે. વ્યક્તિ પોતાની વૃત્તિ પ્રમાણે, કર્તા-ભોક્તા ભાવ પ્રમાણે અને પોતાના સ્વાર્થ પ્રમાણે જુદા જુદા નયોનો ઉપયોગ કરે છે. જીવના આ સાત દષ્ટ ભાવો તેમજ જીવના કર્તા-ભોક્તા ભાવોને સાથે રાખી જગતને સમજીશું તો જગતનું સ્વરૂપ સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org