________________
ચાર નિપા
૧૯૩ કરવાના છે. જ્યારે મન દ્વારા પરમાત્માનો ભાવનિક્ષેપો ગ્રહણ કરવાનો છે.
નયનચક્ષુથી પરમાત્માને જોનારા કરતાં હૃદયચક્ષુથી જોનારા એટલે કે સ્વરૂપના જ્ઞાન ધ્યાનાદિ દ્વારા વિકાસ માર્ગે પરમાત્માના દર્શન કરનારા વિરલ છે. નયનચક્ષુથી જોનારાઓ જોવાના છે પરમાત્માને, પ્રતિમાના માધ્યમ દ્વારા હૃદયચક્ષુથી પરમાત્માનું દર્શન એટલે કે પરમાત્માતત્વ-કેવલજ્ઞાનનું સચ્ચિદાનંદ સ્વરૂપનું દર્શન. આમ પરમાત્માના ભાવનિપાનો વિચાર ભાવવાનો છે. ભાવ નિપાને કરવા માટે જ નામ-સ્થાપના-દ્રવ્ય એ ત્રણ સાધન નિક્ષેપ છે.
પૂર્ણ વીતરાગ એ પરિપૂર્ણ છે, તે ધ્યેયરૂપ છે. પરમાત્માની પ્રતિમા પ્રતિ અનિમેષ (સ્થિર-અપલક) નજર સ્થાપવી જોઈએ. તેવો અનુષ્ઠાનનો નિયમ છે. ઉપયોગ અને ધ્યાન વિનાની બેધ્યાનપણે કરવાની કોઈ ક્રિયા, કોઈ અનુષ્ઠાન સર્વજ્ઞ ભગવંતોએ બતાડેલ નથી. - સંગીતના અવાજની મધુરતામાં અર્થાત્ કર્મેન્દ્રિયના રસમાં અટકીએ તો, ધ્યેયરૂપ સાધ્યરૂપ પરમાત્માભાવમાં લીન થવું જોઈએ તે, અને પરમાત્માનું લક્ષ્ય થવું જોઇએ તે, થશે નહિ.
તે જ પ્રમાણે પરમાત્માની પ્રતિમાની આંગી અર્થાત્ અંગરચનાના દર્શન કરતાં કરતાં આંગીમાં જ નહિ અટકતાં, જેની અંગરચના રચવામાં-સજાવવામાં આવી છે તે પરમાત્માની સમગ્રાકૃતિ અને મુખાકૃતિના દર્શન કરવા જોઈએ. સમગ્રાકૃતિ જાલંધરબંધ અને સહસાર સહિત પદ્માસનમુદ્રા નામની યોગમુદ્રામાં સ્થિત એવાં પરમાત્માની સ્થિરતા-સમતા-પ્રશાંતતા મુદિતા સહજતા-સચ્ચિદાનંદ સ્વરૂપના દર્શન કરી સ્વંય તે સ્વરૂપમાં આવવાની તે સ્વરૂપને પામવાની ભાવના જોઈએ.
આવા મુર્તિના દર્શન જે કોઈ ભક્ત કરે છે તે વાસ્તવિક પ્રભુદર્શન અર્થાત્ પરમાર્થથી અમૂર્તના જ દર્શન કરે છે. આવી ભાવના ભાવવાવાળો દર્શનાર્થી ભક્ત ભાવે ભાવના ભાવીએ ભાવે કેવલજ્ઞાન ગાતા ગાતા -ભાવના, ભાવતા ભાવતા દર્શન કરવા દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
આપણે નામમાં અનામીનો રસ રેડવાનો છે, રૂપમાં અરૂપનો રસ રેડવાનો છે, દ્રવ્યમાં ભાવનો રસ રેડવાનો છે અને ભવાંત લાવવાનો છે. જેમ પરમાત્માનું દ્રવ્ય સ્વરૂપ પરમાત્માની પ્રતિમા છે, તેમ અનામી-અરૂપી ભાવ એ પરમાત્માનું ભાવ સ્વરૂપ છે. તીર્થંકર નામ કર્મનો વિપાકોદય અને સરજાતું અષ્ટ પ્રતિહાર્યો સહિતનું સમવસરણ સ્થિત પરમાત્માનું બાહ્ય દશ્ય સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ છે. જ્યારે અંતરમાં રહેલ કેવલજ્ઞાન-જ્ઞાનાનંદાવસ્થા-સચ્ચિદાનંદ અવસ્થા એ એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org