________________
નય મીમાંસા
૧૮૫ બૌદ્ધદર્શનનું મંડાણ-“જગત ક્ષણિક છે “અનિત્ય છે' એવા અનિત્યના મત ઉપર થયેલ છે. જ્યારે વૈદિક દર્શનનું મંડાણ “બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ નિત્યતાના મત ઉપર નકી થયેલ છે. વાસ્તવિક તો જગત જૈનદર્શને જણાવ્યા મુજબ નિત્યા નિત્ય ઉભય છે. પ્રવાહથી અનાદિ અનંત હોઈ તે નિત્ય છે. ઘટના બનાવથી સાદિ સાત્ત હોઈ તે અનિત્ય છે, પરંતુ વીતરાગતાની પ્રાપ્તિ સાધ્ય કરવા ધારે તો બૌદ્ધદર્શનના નિત્યવાદથી પણ કરી શકે છે. સાધકને મતલબ વીતરાગતા પ્રાપ્ત કરવાથી છે. વીતરાગતા પ્રાપ્ત થાય તો સર્વજ્ઞતા અને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ થાય અને પરમાત્મા બનાય. વસ્તુના વિનાશી અર્થાત અનિત્ય-સ્વરૂપને લક્ષમાં લઈ વિનાશને જ દુઃખરૂપ સમજીએ અને તે પ્રત્યે વૈરાગ્ય કેળવી તે વિનાશી પદાર્થથી છૂટવાની, પર થવાની સાધના સાધક કરી શકે અને વીતરાગ બની શકે.
તે જ પ્રમાણે સાધક વસ્તુના નિત્ય સ્વરૂપને લક્ષમાં લઈ નિત્યતાઅવિનાશિતામાં જ સુખ છે, એમ સમજીને નિત્ય સ્વરૂપની પ્રાપ્તિની સાધના કરી સાધક નિત્યથી અભેદ થઈ શકે, અર્થાત્ વીતરાગ બની શકે.
આમાં પ્રથમ વિકલ્પ નિષેધાત્મક છે. જ્યારે બીજો વિકલ્પ વિધેયાત્મક છે. જૈનદર્શનમાં ઉભય વિકલ્પથી સાધના બતાવી છે. નિત્ય છે તેને નિત્ય સ્વરૂપે બતાડેલ છે અને અનિત્ય છે તેને અનિત્ય સ્વરૂપે બતાડેલ છે. અનિત્યથી છૂટવા અને નિત્યથી જોડાવા જણાવેલ છે. “સ્વમાં વશ અને પરથી ખસ' અને “સ્વને ભજ ને પરને તજ', એ આ સંદર્ભમાં જ ફરમાવેલ છે. સ્વભાવ સ્વ છે તે અવિનાશી છે. આવવા જવાના સ્વભાવવાળું નથી. જ્યારે પર છે તે વિનાશી છે. એનો સંયોગ પણ છે અને વિયોગ પણ છે. પર આવવા જવાના સ્વભાવવાળું છે. પર એ અપ્રાપ્ત છે. જ્યારે સ્વ તો પ્રાપ્ત જ છે. માત્ર એ આવૃત્ત છે. જેને અનાવૃત્ત કરવાનું છે. અર્થાત પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. આમ જૈનદર્શને વીતરાગતા તરફનું બે પાંખે ઉડયન બતાવેલ છે કે જેનાથી લક્ષને શીધ્ર આંબી શકાય છે. જૈનદર્શને સ્વનિત્યનું લક્ષ્ય કરવા અને પુદ્ગલદ્રવ્યની અનિત્યતા પ્રતિ વૈરાગ્ય કેળવવા ફરમાવેલ છે.
દૂધ જેને અપેક્ષિત છે તેને દૂધ સાથે સંબંધ છે. ગાયના રંગ સાથે સંબંધ નથી. ગાય ધોળી, લાલ, કે કાબરચીતરી હોય તોય દૂધ સહુ ગાયનું શ્વેત જ હોય છે. તે જ પ્રમાણે વીતરાગતાના ઇચ્છુક સાધકને વીતરાગતાની પ્રાપ્તિથી મતલબ છે, પછી તે વિનાશી પ્રત્યેના વૈરાગથી આવે અથવા સ્વયંની અવિનાશિતાના લક્ષ્મપૂર્વક વિતરાગી પરમાત્મા પ્રત્યેના અનુરાગ ભક્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org