________________
નય મીમાંસા
૨૦૫
બનાવી જીવમાત્રને દુઃખી ન કરવા અને તેમનાં દુઃખોને દૂર કરી તેઓ સુખ અને આનંદને વેદે તેવો યથાશકિત પ્રયત્ન મુમુક્ષુ સાધક કરે ત્યારે નૈગમનયથી ‘હું' સિદ્ધ સ્વરૂપ છું’ નો કરેલો સંકલ્પ અને સંગ્રહનયથી મારી જેમ પ્રાણી માત્ર સિદ્ધ સ્વરૂપ છે' ની સ્થાપેલી દૃષ્ટિનું વ્યવહારનયમાં અવતરણ થયું કહેવાય.
જ્ઞાનાચાર દ્વારા નિર્ણય કરીએ કે ‘હું સિદ્ધ સ્વરૂપ છું.' તેને વ્યવહારનય સ્વીકાર ત્યારે કરે છે કે જ્યારે સ્વપરત્વે ગમે તેટલી પ્રતિકૂળતા આવે છતાંય દુ:ખી ન થતાં સાધક સ્વરૂપાનંદને વેદે અને સર્વત્ર સર્વકાળે સર્વ પ્રાણીને પોતાના જેવા જ સિદ્ધ સ્વરૂપ સમજી તે સર્વ પ્રતિ સર્તાવ રાખે.
એથી આગળ ‘હું સિદ્ધ સ્વરૂપ છું'. એમ ૠજુસૂત્ર નય અને શબ્દનય ત્યારે સ્વીકારે કે જ્યારે મુમુક્ષુ સાધકને વીતરાગ-સર્વજ્ઞ-નિર્વિકલ્પ પર્યાયની સમીપતાની પ્રાપ્તિ થઈ હોય.
અને શબ્દનયથી આગળ સમભિરૂઢનય ‘હું સિદ્ધ સ્વરૂપી છું.’ એ પર્યાયમાં હું સંયોગી સિદ્ધ સાકાર પરમાત્મા (૧૩ મું-૧૪મું ગુણસ્થાનક) છું કે હું અયોગીસિદ્ધ-નિરાકાર પરમાત્મા (અરૂપી-સિદ્ધાવસ્થા) છું ના ભેદને જણાવે છે.
અંતે એવંભૂતનય ‘હું સિદ્ધ સ્વરૂપ છું.’ ના સંકલ્પનો સ્વીકાર ત્યારે જ કરે કે જ્યારે મુમુક્ષુ સાધકને પ્રગટ સિદ્ધ સ્વરૂપનું વેદન હોય.
પદાર્થને એક દૃષ્ટિથી જોવું તેને નય કહેવાય અને અનેક નયથી તે પદાર્થને જોવો તેને પ્રમાણ કહેવાય. નયોનો સમૂહ તેનું નામ પ્રમાણ. ‘પ્રમીયતેઽનેનેતિપ્રમાણમ્' જે વડે પદાર્થ બરોબર જણાય તેને પ્રમાણ કહેવાય. સાચું જ્ઞાન થતાં સન્દેહ, ભ્રમ કે મૂઢતા દૂર થાય છે અને વસ્તુ સ્વરૂપ ઠીક ઠીક સમજાય છે તે જ્ઞાન ‘પ્રમાણ’ ગણાય છે. નય અંશ અથવા દેશરૂપ અધૂરો હોય. પ્રમાણ પૂર્ણ હોય.
પ્રમાણના મુખ્ય બે ભેદો પ્રત્યક્ષ અને પરોક્ષ છે. પ્રત્યક્ષના બે ભેદ ઇન્દ્રિય પ્રત્યક્ષ અને માનસ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય પ્રત્યક્ષમાં પણ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્યકારી છે. જ્યારે ચક્ષુથી પ્રાપ્ત જ્ઞાન અપ્રાપ્યકારી છે, કેમ કે વસ્તુના સંયોગ સિવાય ચક્ષુ દ્વારા જ્ઞાન થાય છે. વ્યવહાર અનુભવિત પ્રત્યક્ષોને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. એના વળી ચાર ભેદ છે તે અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org